સુરત : કતારગામમાં હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ(Katargam accident cctv video) સામે આવ્યા છે. ધીરુભાઈ ટાપણીયા નામના રાહદારીને એક અઠવાડિયા પહેલા બાઇક ચાલકે અડફેટે લઈ ભાગી જતા ઇજાગ્રસ્ત ધીરુભાઈને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું ગંભીર ઇજાને કારણે મોત નિપજતા પોલીસે ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે. મોતને ભેટેલા એક વૃદ્ધના અકસ્માત કેસમાં સીસીટીવી (Accident CCTV Video) સામે આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં (Accident Video) કેદ પછી પણ પોલીસ બાઈક સવારને પકડવામાં અસફળ રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં એક વૃદ્ધ ઘરે જમવા જઈ રહ્યા હતા, તે સમયે અકસ્માતે મોત મળ્યું હતું. નોકરી પરથી ઘરે જમવા આવી રહેલા વૃદ્ધને અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે 36 કલાકમાં જ મોતને ભેટતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વિગતવાર વાત કરીએ તો, કતારગામ વિસ્તારમાં રહેતા ધીરુભાઈ ટાપણિયા સર્કલ પાસેની કતારગામ GIDCમાંથી ઘરે જમવા આવતા હતા તે સમયે લલિતા ચોકડી અને રાશિ સર્કલ વચ્ચે કોઈ અજાણ્યા બાઇક ચાલકે રાહદારી યુવકને અડફેટે લઈ ભાગી ગયો હતો. ઘટના 20મી તારીખ ની હતી. જો કે બપોરે જમવા નહીં આવતા પરિવાર ચિંતિત હતું. મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા ખબર પડી કે, લલિતા ચોકડી પાસેથી એક ઇજાગ્રસ્ત 62 વર્ષના વૃદ્ધને 108 સારવાર માટે લઈ આવી હતી. વોર્ડમાં જઇ ઓળખ કરતા આ અજાણ્યા ઈસમ મારા પિતા ધીરુભાઈ હતાં.
સુરત : કતારગામ Hit & Runનો સીસીટીવી Video, 'નોકરીથી ઘરે જમવા જતા હતા અને અડફેટે લીધા', વૃદ્ધનું મોત pic.twitter.com/xULyEvJ1BJ
ઇજાગ્રસ્ત પિતાને 108માં સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. જ્યાં લગભગ 36 કલાકની સારવાર બાદ એમનું મોત નીપજ્યું હતું. જો કે આ ઘટના આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટનાનાં ૮ દિવસ બાદ પણ કતારગામ પોલીસ બાઇક સવારને પકડી શકી નથી. ત્યારે પોલીસ હવે આ આરોપીઓને ક્યારે પકડે છે તે જોવુ રહ્યું.