Home /News /surat /

સુરત: કાપોદ્રામાં મહિલાએ બે વર્ષના પુત્ર સાથે ઝેરી દીવા પીને આપઘાત કરી લેતા ચકચાર, પરિવાર શોકમાં ગરકાવ

સુરત: કાપોદ્રામાં મહિલાએ બે વર્ષના પુત્ર સાથે ઝેરી દીવા પીને આપઘાત કરી લેતા ચકચાર, પરિવાર શોકમાં ગરકાવ

માતાનો બે વર્ષના પુત્ર સાથે આપઘાત

Surat suicide case: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ નજીક એક મહિલા તેના બે વર્ષના બાળક સાથે ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં મળી આવી હતી.

સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના બે વર્ષના બાળક સાથે ઝેરી દવા પી આપઘાત (Surat woman suicide) કરી લેવાની ઘટના સામે આવી છે. મહિલાએ બાળકને ઝેરી દવા (Poison) આપી પોતો પણ ઝેર ગટગટાવી લેતા બંનેને સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પહેલા પહેલા મહિલા અને બાદમાં બાળકનું મોત થયું હતું. બનાવ બાદ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે પરિવારના લોકોનું કહેવું છે કે ગરમીના દિવસોમાં મગજ બરાબર કામ ન કરતા મહિલાએ આવું પગલું ભર્યું હોઈ શકે છે.

માતા-પુત્ર રસ્તા પર બેભાન અવસ્થામાં મળ્યાં


સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ નજીક એક મહિલા તેના બે વર્ષના બાળક સાથે ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો ઝડફિયા સર્કલ પાસે એકઠા થયા હતા. ઘટનાની જાણકારી લોકોએ કાપોદ્રા પોલીસને આપતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. જ્યાં મહિલા અને બાળક બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સારવાર દરમિયાન માતા-પુત્રનું મૃત્યુ


સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. જે બાદમાં આજે વહેલી સવારે બાળકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ બાદ મહિલા અને બાળક ઓળખ માટે પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારો અને સોસાયટીઓમાં તપાસ કરી હતી. બાદમાં પોલીસ મથકોમાં આ અંગે વાયરલેસ પર મેસેજ પાસ કર્યો હતો. આ જ સમયે સરથાણા પોલીસ મથક (Sarthana police station)માં મહિલા અને બાળક ગુમ થવા અંગેની જાણ કરવા તેમના પરિવારના સભ્યો અને સબંધી પહોંચ્યા હતા. પોલીસે પરિવાર અને સંબંધીઓને સ્મીમેર હૉસ્પિટલ ખાતે જવાનું કહ્યુ હતુ. પરિવાર તાત્કાલિક હૉસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મહિલા અને બાળકની ઓળખ થઈ હતી.

આ પણ વાંચો: તાવ અને ખેંચની બીમારી બાદ ભૂવાએ બે માસની બાળકીને આપ્યા ડામ

ચાર વર્ષ પહેલા થયા હતા લગ્ન


મહિલાનું નામ ચેતના જીગ્નેશ ગજેરા અને તેમનો બે વર્ષનો પુત્ર અંશ હોવાનું બહાર આવ્યું હતું. ચેતના મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની હતા, તેમના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. ચેતનાનો પતિ પતિ હીરાના કામ સાથે સંકળાયેલો છે. ગરમીના દિવસોમાં ચેતનાનું મગજ બરાબર રહેતું ન હોવાથી આ પગલું ભર્યું હોવાની શકયતા પરિવારે દર્શાવી હતી.

આ પણ વાંચો: ક્રિકેટના સટ્ટામાં જપ્ત કરેલો મોબાઇલ ફોન મહિલાએ પોલીસ સ્ટેશનમાંથી ચોરી લીધો

પોલીસે તપાસ શરૂ કરી


પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પરિણીતાના પતિને પૂછપરછ કરતા એવી જાણકારી મળી હતી કે, ચેતનાએ ઘર બહાર જતા પહેલા પતિ સાથે વાતચીત કરી હતી. ચેતનાએ તેના પતિને જણાવ્યું હતું કે, પુત્રની તબિયત બરાબર નથી. ત્યારબાદ ચેતના પડોશીઓને કચરો નાખવા જવાનું કહીને પુત્રને લઇને ઘરની બહાર ગઇ હતી. જોકે, ધણા સમય સુધી ચેતના ઘરે પરત ન આવતા પરિવાર સહિતના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. ચેતનાની કોઈ જ ભાળ ન મળ્યા બાદ પરિવારે સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પુત્ર, પોલીસ, માતા, સુરત

આગામી સમાચાર