Home /News /surat /વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન છે ‘જુનિયર મોદી’, ઋષિ પુરોહિતને સરકારની A To Z યોજનાઓ કંઠસ્થ

વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન છે ‘જુનિયર મોદી’, ઋષિ પુરોહિતને સરકારની A To Z યોજનાઓ કંઠસ્થ

ઋષિને સરકારની A To Z યોજનાઓ કંઠસ્થ

Junior Modi Rishi Purohit: વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન ઋષિ માત્ર ૫ વર્ષની ઉંમરમાં સરકારની A To Z યોજનાઓ નામ કડકડાટ બોલે છે, . ઋષિ પુરોહિતએ નરેન્દ્ર મોદીની પ્રેરણા મેળવીને મોટો થઈ પ્રધાનમંત્રી બનવા માંગે છે.

    સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના ખર્ચના વિકાસકાર્યોની ભેટ સુરતને આપી હતી. આ અવસરે લાખોની જનમેદની નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા આવી પહોંચી હતી. સભાસ્થળે વડાપ્રધાનશ્રીની વેશભૂષા ધારણ કરીને આવેલો પાંચ વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધોરણ એકમાં અભ્યાસ કરતો ઋષિ તેમની મમ્મી દિપિકાબેન સાથે વડાપ્રધાનની એક ઝલક નિહાળવા આવ્યો હતો.

    ખાસ વાત તો એ છે કે, ઋષિએ જે રીતે શાળામાં બાળકોને A ફોર એપલ શીખવવામાં આવે છે તે રીતે તે ABCD ના તમામ મૂળાક્ષરોને નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અમલી આવેલી તમામ યોજના, પ્રોજેક્ટ્સ, નવતર આયામોને A થી Z સાથે જોડીને કડકડાટ બોલી શકે છે. દાખલા તરીકે A ફોર અટલ પેન્શન યોજના, B ફોર બેટી બચાઓ, બેટી પઢાઓ, C ફોર કરપ્શન ફ્રી ઈન્ડિયા, D ફોર ડિજીટલ ઈન્ડિયા, S ફોર સ્વચ્છ ભારત અભિયાન, U ફોર ઉજ્જવલા યોજના, J ફોર જનધન યોજના N ફોર NPS-નેશનલ પેન્શન યોજના, M ફોર મેક ઈન ઈન્ડિયા એમ અંગ્રેજીના તમામ મૂળાક્ષરો સાથે જોડીને કંઠસ્થ કરી લીધા છે.

    આ પણ વાંચો: કામરેજમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઈ

    ઋષિ પુરોહિત આટલી નાની ઉંમરે ગજબની યાદશક્તિ ધરાવે છે. એટલું જ નહીં, તે વડાપ્રધાનની ઘણા ભાષણો પણ યાદ કર્યા છે, અને મોદીજીની આગવી અદામાં પણ બોલી શકે છે. મુળ રાજસ્થાનના વતની ઋષિનો પરિવાર સુરત શહેરના પર્વત પાટીયા ખાતે રહે છે. ઋષિના પિતા મહેન્દ્ર પુરોહિત ઈલેક્ટ્રિક વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઋષિ પુરોહિતએ નરેન્દ્ર મોદીની પ્રેરણા મેળવીને મોટો થઈ પ્રધાનમંત્રી બનવા માંગે છે. વડાપ્રધાનને પોતાના આદર્શમાની તેમના રસ્તા પર ચાલી દેશનો પ્રધાનમંત્રી બનવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા ધારણ કરીને રોડ શોમાં આવેલો 'જુનિયર મોદી' ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन