Home /News /surat /Surat News: સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન, વીંટીમાં નવું સંસદ ભવન અને ઇન્ડિયા ગેટ બનાવ્યાં!
Surat News: સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન, વીંટીમાં નવું સંસદ ભવન અને ઇન્ડિયા ગેટ બનાવ્યાં!
સુરતમાં જ્વેલરી એક્ઝિબિશનમાં અનોખી વીંટી અને પેન્ડલ
Surat News: સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. તેમાં વિવિધ ડાયમંડ સહિત ગોલ્ડ-સિલ્વરની જ્વેલરી મૂકવામાં આવી છે. તેમાં એક વીંટી અને પેન્ડલ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
સુરતઃ શહેરમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. તેમાં વિવિધ ડાયમંડ સહિત ગોલ્ડ-સિલ્વરની જ્વેલરી મૂકવામાં આવી છે. જ્યાં એક જ્વેલર્સ દ્વારા ભારતના નવા સંસદ ભવનની સોનાની અને ડાયમંડની વીંટી બનાવવામાં આવી છે.
વીંટીમાં વિવિધ વસ્તુઓ બનાવી
નવા સંસદ ભવનની પ્રતિકૃતિ સોના અને 2100 ડાયમંડની વીંટી અને પેન્ડલ પણ એક જ્વેલર્સે બનાવ્યા છે. આ વીંટીમાં માત્ર સંસદ ભવન જ નહીં, પણ ભારતનો ત્રિરંગો, અશોકચક્ર, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય ફૂલ કમળ અને પરમવીર ચક્ર પણ સામેલ છે. પેન્ડલની વાત કરીએ તો તેમાં નવું સંસદ ભવન અને ઇન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો છે.
આ અંગે વીંટી બનાવનારા જ્વેલર્સે જણાવ્યુ હતુ કે, આ વીંટીમાં નવા સંસદ ભવનની પ્રતિકૃતિ છે. તેમાં અલગ-અલગ મધર ઓફ પર્લ એટલે કે મોતીના ચિપ્સ લગાવવામાં આવ્યા છે. આ તમામ ડાયમંડ 7.41 કેરેટના છે. આ વીંટીની કિંમત 15 લાખ રૂપિયા જેવી થાય છે. જ્યારે પેન્ડલમાં પણ અલગ-અલગ ડાયમંડ સહિત ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ઇન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો છે. પેન્ડલની કિંમત 4 લાખ રૂપિયા છે.