Home /News /surat /પેપરો નહીં માણસો ફૂટતા હોય છે: પેપર લીક અંગે જય વસાવડા

પેપરો નહીં માણસો ફૂટતા હોય છે: પેપર લીક અંગે જય વસાવડા

જય વસાવડાની ફાઇલ તસવીર

જય વસાવડાએ નિવેદન આપતા જણાવ્યુ કે, આપણે માંગીએ છીએ તો આપે છે, પેપરની ડિમાન્ડ છે તો સપ્લાય છે.

સુરત: પેપરલીકને કારણે રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જોકે, સરકારે થોડા જ કલાકોમાં 15 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે કટાર લેખક જય વસાવડાએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે જણાવ્યુ છે કે, પેપર નથી ફૂટતા માણસો ફૂટતા હોય છે.

'પેપરો જાતે જ નથી ફૂટકતા'


જય વસાવડાએ પેપર લીકનાં મીડિયાના સવાલ પર જણાવ્યુ કે, 'પેપર નથી ફૂટતા માણસો ફૂટતા હોય છે. માણસો ફૂટેલા હોય છે પેપર જાતે જ નથી ફૂટતા. મેં જોયું છે કે, નાના ગામના વાલીઓ ક્યારેક બાળકો માટે કાપલી લઇને ઉભા હોય છે. આવા દ્રશ્યો જોઇએ તો આઘાત લાગે કે, આ માણસ મોટો થઇને પ્રામાણિત કઇ રીતે થશે.'

'ડિમાન્ડ છે તો સપ્લાય છે'


એમણે વધુમાં જણાવ્યુ કે, 'કોઇપણ સારી પોસ્ટ પર પેપર ફોડીને લાગશો તો કઇ રીતે કામ કરી શકશો. ધારો કે મેં કોઇ મોટી ડિગ્રી, બોલવાની ડિગ્રી ભ્રષ્ટાચારને જોરે લઇ લીધી પછી મને સ્ટેજ પર ઉભો રાખો તો કઇ રીતે બોલાય. જો મારે બસનાં ડ્રાઇવરની નોકરી લઇ લવ તો કઇ રીતે બસ ચલાવશે. ચિઠ્ઠીથી બસ ચાલે નહીં. નવી પેઠીએ આ શીખવા જેવું છે. ડિમાન્ડ છે તો સપ્લાય છે. બાળકો અને વાલીઓને પણ શીખવા જેવું છે કે, આપણે આવા છોકરા પેદા ન કરીએ કે, ફૂટેલા પેપરમાંથી અધિકારી બને.'
" isDesktop="true" id="1328939" >

આપને જણાવીએ કે, પરીક્ષા પહેલા પેપર ફોડવાના કામ કરવા માટે ગુજરાત બહારની ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં યુપી, ઓડિશા, બિહારની ગેંગ ગુજરાતમાં આવીને નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું ખુલી રહ્યું છે. પેપર ફૂટવાના કેસમાં જે 15 આરોપીઓ પકડાયા છે તેમાંથી 10 ગુજરાત બહારના છે. જેમાં ઓડિશા, યુપી અને બિહારના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આ સિવાય જે 5 લોકો પકડાયા છે તેઓ ગુજરાતના છે.
First published:

Tags: Gujarat Education, Paper leak, ગુજરાત, સુરત

विज्ञापन