Mehali tailor,surat: સુરતની સાચી ઓળખ એ સુરતનું જ મળે છે એ તો દરેકને ખબર છે કે સુરતના ખમણ અને લોચો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અને અત્યાર સુધી તમે સુરતમાં ઘણા બધા ફ્લેવરના ખમણ ખાધા હશે ચીઝ ખમણ સેઝવાન ખમણ રસાવાળા ખમણ એવા અનેક ખમણ ખાધા હશે. પરંતુ શું તમને ખબર છે કે સુરતમાં હવે આયુર્વેદિક ખમણ પણ તમને મળી રહેશે.
તમને એમ થતું હશે કે આયુર્વેદિક ખમણ એ તો કઈ રીતે બનતા હશે. તો જાણીએ કે આ ખમણને આયુર્વેદિક ખમણ કેમ કહેવામાં આવે છે. એમ તો આજે ખમણ હોય છે એ તો ચણાની દાળ અને આથાના જ ખમણ હોય છે પરંતુ આ ખમણ તમને માત્ર કાચા ખમણ આપી દેવામાં આવતા નથી.
આ ખમણની સાથે મસાલો આપવામાં આવે છે અને આ મસાલો છે આયુર્વેદિક ચૂર્ણ. આ મસાલો આયુર્વેદિક જડીબુટ્ટી તૈયાર કરવામાં આવે છે. આ મસાલામાં અશ્વગંધા જાવંત્રી અંધજલ હિંગ જેવી આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરીને મસાલો તૈયાર કરવામાં આવે છે. આ મસાલાને ખમણ પર નાખીને ખાવાથી એસિડિટી કે ગેસ ઉત્પન્ન કરતું નથી અને પચવામાં પણ સહેલા રહે છે.
સામાન્ય રીતે ખમણ સાથે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય અને નુકસાનકારક છે
આયુર્વેદિક ખમણ વેચનાર દુકાન પોતે ખાતરી આપે છે કે જો આ ખમણ ખાવાથી કોઈપણ પ્રકારની એસિડિટી કે ગેસ ઉત્પન્ન થાય તો તેની જવાબદારી અમારી. સામાન્ય રીતે ખમણ સાથે ગરમ મસાલો નાખીને આપવામાં આવે છે અને આંટા વાળી વસ્તુ સાથે ગરમ મસાલો પાચન શક્તિને પણ બગાડે છે અને એસીડીટી પણ ઉત્પન્ન કરે છે. તેથી ખમણને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારા કઈ રીતે બનાવી શકાય તે બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા આયુર્વેદિક ખમણ બનાવવામાં આવ્યા. આ સાથે ખમણમાં ધણીનું તેલ અને લીલું લસણ નાખીને આપવામાં આવે છે. અહીંયા બારેમાસ લીલા લસણ સાથે ખમણ આપવામાં આવી છે.
રાત્રે 12:30 વાગ્યા સુધી અહીં તમને ગરમાગરમ જ ખમણ મળશે
આ ખમણ સ્વાદમાં પણ ઘણા સારા લાગે છે અને ખમણ ખાતી વખતે આ ખમણમાં આયુર્વેદિક મસાલો નાખવામાં આવ્યું છે તે પણ ખબર નથી પડતી અને આ મસાલો ખમણને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખમણ ગમે ત્યારે પણ જાવ છો ત્યારે ગરમ ખમણ જ આપવામાં આવે છે અને રાત્રે 12:30 વાગ્યા સુધી અહીંયા ખમણનું વેચાણ થાય છે.ત્યારે એકવાર ચોક્કસ ટ્રાય કરો આયુર્વેદિક ખમણ.
સ્થળ: સાયોના પ્લાઝા,વેસુ કેનાલ રોડ, પુણાગામ,સુરત.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18