Home /News /surat /આ શું આચારસંહિતા વચ્ચે પૈસાની હેરાફેરી? સુરતમાં કરોડોના મુદ્દામાલ સાથે બે લોકો ઝડપાયા

આ શું આચારસંહિતા વચ્ચે પૈસાની હેરાફેરી? સુરતમાં કરોડોના મુદ્દામાલ સાથે બે લોકો ઝડપાયા

સુરતમાં કરોડોના મુદ્દામાલ સાથે બે લોકો ઝડપાયા

Surat: સુરતની સારોલી પોલીસ દ્વારા બે ઇસમોને 1,16,99,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને વિરૂધ્ધ હાલ કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સાથે બીજી તરફ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આને સાથે સાથે નાણાકીય વ્યવહારો પર પણ દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતની સારોલી પોલીસ દ્વારા બે ઇસમોને 1,16,99,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને વિરૂધ્ધ હાલ કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બે ઈસમો પર પોલીસને ગઈ શંકા


સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ નિયોલ ચેકપોસ્ટ ખાતે જ્યારે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે કડોદરા રોડ પરથી સુરત તરફ રસ્તા પર ચાલતા જતા બે ઈસમો પર પોલીસને શંકા જણાઈ હતી. આ બંને ઈસમો પાસે ચાર કોલેજીયન બેગ હતી. પોલીસે શંકાના આધારે આ બંને ઇસમોની તપાસ કરી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન નજીકમાંથી બે પંચોને હાજર પણ રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં મતદાનના દિવસે પડશે કડકડતી ઠંડી? હવામાન નિષ્ણાતે કરી આગાહી

કરોડોના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો


પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ બંને ઈસમો પાસે 63,88,700 રોકડા અને 15 સોનાના બિસ્કીટ હતા. જેની કિંમત 52,50,000 થવા પામે છે. આ ઉપરાંત આ બંને ઈસમો પાસેથી 25,000 રૂપિયાના બે લેપટોપ અને 36 હજાર રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસે આ બંને ઇસમોને 1,16,99,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બન્ને આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી


પોલીસે પકડેલા બંને ઈસમોના નામ સુધીર સેંગર અને રજનેશ વાર્ડ હોવાનું સામે આવ્યું છે. સુધીરની ઉંમર 40 વર્ષની છે અને તે મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો વતની છે. આ સાથે રજનેશની ઉંમર 44 વર્ષની છે અને તે પણ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ગોપાલગંજનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ તો બંને ઇસમોની ધરપકડ કરી તેઓ આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને સોનાના બિસ્કીટ ક્યાંથી લાવ્યા હતા તે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસે આ દિશામાં આગળની તપાસ શરૂ કરી છે જોકે તપાસ અનેક ભેદ ઉકેલાય તેવું લાગે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Code of conduct, Surat news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन