Home /News /surat /Surat : સુરતમાં ઇન્ટરનેશનલ યાર્ન એક્સપોનો થયો શુભારંભ 

Surat : સુરતમાં ઇન્ટરનેશનલ યાર્ન એક્સપોનો થયો શુભારંભ 

સુરતમાં સરસાણામાં યાર્ન એકસપોની શરૂઆત 

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ & ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ટ્રેડ શો તરીકે યાર્ન એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું

    Nidhi Jani, Surat: બિઝનેસ (Business) ઈન્ડસ્ટ્રી (Industries)માં સૌથી વધુ એક્ટિવ એવા દક્ષિણ ગુજરાતનાં ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા 20 થી 22 તારીખનો યાર્ન એક્સપો યોજવામાં આવ્યો છે. આજે તેના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રિય ટેક્ષટાઇલ અને રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ (Darshnaben jardosh), સુરત શહેરના મેયર હેમાલી બોઘવાલા , પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર, મ્યુનિસિપલ કમિશ્નર બચ્છાનીધિ પાની, રીલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના (Reliance industries Limited) વાઇસ પ્રેસિડેંટ ઉપસ્થિત રહ્યા હતા.

    યાર્ન એક્સપોમાં બિઝનેસમાં હરીફાઈમાં ઉતરેલા યાર્ન (yarn) અને ઝરી (jhari)ના ઉત્પાદકો તેમની શ્રેષ્ઠ ઉત્પાદનો અને બિઝનેસના આઇડિયાસ સાથે ઉપસ્થિત હતા.બાંગ્લાદેશમાં વધતી જતી વ્યાપારની તકોને લઈને પણ ચેમ્બર દ્વારા એક સેશન એક્સપોની શરૂઆત કરતાં પહેલા જ રાખવામા આવ્યું હતું.

    યાર્ન એક્સપોમાં કિશન ઝરીના માલિક કિશન ઝાલા  જણાવે છે કે,10 વર્ષથી ઝરી ઉધ્યોગમાં રહીને અમે ઘણું બધુ શીખ્યા છે , તેમાં પણ જ્યારે કારીગરોની વાત આવે છે ત્યારે અમે હમેશા અમે તેમને એવું વાતાવરણ પૂરું પાડવા આવે છે કે જેનાથી તેમને એવું ના લાગે કે તેઓ બીજા શહેરમાં રહીને કામ કરી રહ્યા છે.

    અને વાત રહી અમારી ઝરીની તો તેમાં અમે બિઝનેસમાં ટકી રહેવા માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓ પર પ્રયોગ કરવા કરતાં અમારી પોતાની 100 થી 120 જેટલી અલગ અલગ ઝરી છે તેનું પ્રોડકશન અમે કેવી રીતે વધારીએ તેના પર વધુ ધ્યાન આપીને આગળ વધવા તરફ એક જ લક્ષય રાખ્યો છે.

    બાંગ્લાદેશના નઝબી ગૃપના ચેરપર્સન તથા બ્લ્યુ સોલ્યુશન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર બિન્ટી જહાને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ટેકસટાઇલ, ફાર્માસ્યુટીકલ, ફૂડ પ્રોસેસિંગ, ઓટો મોબાઇલ્સ, કેમિકલ તથા જ્વેલરી માટે ખૂબ જ મોટું માર્કેટ છે. સુરતની મોટા ભાગની પ્રોડકટ બાંગ્લાદેશમાં આવે છે.

    પરંતુ એ વાયા કોલકાતા વિગેરે થઇને આવે છે. આથી સુરતના ઉદ્યોગકારોને આ વિવિધ ક્ષેત્રે પ્રોડકટ ડાયરેકટ બાંગ્લાદેશ ખાતે એકસપોર્ટ કરવા માટે ખૂબ જ મોટી તકો છે. બાંગ્લાદેશના બાયર્સ પણ ડાયરેકટ સુરતથી પ્રોડકટ ખરીદવા માટે પણ તૈયાર છે. ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી આ બાબત શકય પણ છે.

    આ પણ વાંચો:  સુરતમાં ખાડીનાં પાણી ઓસર્યા પણ કચરાનું સામ્રાજ્ય, તસવીરોમાં જુઓ શહેરનો આલમ

    બાંગ્લાદેશ દર વર્ષે ટેકસટાઇલ ક્ષેત્રે ઇન્ડિયન એથનીક વેરમાં ૭ બિલિયન યુએસ ડોલરનું ઇમ્પોર્ટ કરે છે. સુરતમાં ઇન્ડિયન એથનીક વેરમાં જે ટ્રેડીશન છે તે જ ટ્રેડીશન બાંગ્લાદેશમાં પણ છે. આથી સુરતથી એથનીક વેરનું એકસપોર્ટ કરવા માટે ખૂબ જ વિશાળ તક છે.
    First published:

    Tags: Latest news Surat, Surat City, Surat news, Surat Samachar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन