Home /News /surat /Inspiration Story: સુરતના યુવકની અનોખી સેવા, ઘરની જવાદારી ઉપાડવાની સાથે એક ગરીબ બાળકની ફી પણ ભરે છે!

Inspiration Story: સુરતના યુવકની અનોખી સેવા, ઘરની જવાદારી ઉપાડવાની સાથે એક ગરીબ બાળકની ફી પણ ભરે છે!

સુરત : બાજુમાં જ રહેતા શ્રમિક પરિવારના દીકરાની ટ્યુશન ફી ભરે છે

પિતા ઘરની જવાબદારી પાડતા ન હોવાથી સમગ્ર ઘરનો ભાર માતાના માથે જોઈને નાની ઉંમરે જ ભણીને સારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોયું હતુંબાળકના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેણે બાળકને ભણાવવાનો ખર્ચ જાતે ઉપડવાનું નકકી કર્યુ છે.

  Surat: જરૂરીયાતમંદ લોકોની મદદ કોઈ ટ્રસ્ટ કે ડોનેશન વગર પણ કરી શકાય છે તેની સાબિતી આજનો યુવા વર્ગ આપી રહ્યો છે. એ માટે તેઓ પોતાની બચતના પૈસા સેવાકીય પ્રવૃત્તિ પાછળ ખર્ચે છે. આવું જ ઉત્તમ કાર્ય રાંદેર વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષીય મયુર પટેલ કરી રહ્યો છે. ભાડાના મકાનમાં રહી લોકોના ઘરકામ કરી ગુજરાન ચલાવતી માતાનો દિકરો મયુર ઘરની જવાદારી ઉપાડવાની સાથે સાથે તે એક ગરીબ બાળકની ફી પણ ભરી રહ્યો છે.

  માત્ર એક રૂમ ના ભાડાના મકાનમાં જ તૈયારીઓ કરી હતી


  મૂળ હાંસોટના અને જન્મ થી જ સુરતમાં રહેતો મયુર હાલ રાંદેર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને સી.એ. ની પરીક્ષા પાસ કર્યા બાદ ખાનગી બેંકમાં નોકરી કરી રહ્યો છે. મયુરના માતા મનીષાબેને તેમના દીકરા અને દીકરીને ભણાવવા માટે ઘરકામ શરૂ કર્યુ હતું. પિતા ઘરની જવાબદારી પાડતા ન હોવાથી સમગ્ર ઘરનો ભાર માતાના માથે જોઈને મયુરે નાની ઉંમરે જ ભણીને સારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોયું હતું અને તેને માટે તેણે માત્ર એક રૂમ ના ભાડાના મકાનમાં જ તૈયારીઓ કરી હતી.

  અહીં ક્લિક કરીને વાંચો,...IPL 2023: 'ગુજરાત ટાઇટન્સ માટે સૌથી મોટો ખતરો બની શકે છે રવિન્દ્ર જાડેજા', જાણો કોણે કહ્યું આવું!

  માતાના બલિદાનને હંમેશા ધ્યાને રાખ્યું


  માતાના બલિદાનને તેને હંમેશા ધ્યાનમાં રાખીને તેનું ભણતર તો પૂરું કર્યુ જ છે પરંતુ સાથે સાથે તેના જેવા અન્ય એક ગરીબ બાળકને ભણાવવા માટેની ટ્યુશન ફી પણ ભરી રહ્યો છે. બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેણે બાળકને ભણાવવાનો ખર્ચ જાતે ઉપડવાનું નકકી કર્યુ છે. નાની ઉંમરે તેનો આ પ્રયાસ સરાહનીય છે.

  મયુર પટેલે જણાવ્યું હતું કે, નાની ઉંમરે જ મેં અને મારી બહેને મારી માતાનો સંઘર્ષ જોયો છે. અમને ભણાવવા માટે તેમણે એક સાથે 10 ઘરના કામ કર્યા છે. હવે અમારો વારો છે. હું ખાનગી બેંકમાં સારા પગારે નોકરી કરી રહ્યો છું. મારી નાની બહેન પણ નોકરી કરે છે. અમે હજી ભાડાના મકાનમાં જ રહીએ છીએ. અમે જે દિવસો જોયા તેને ભુલાવી શકીએ તેમ નથી જેથી અમારી બાજુમાં જ રહેતા શ્રમિક પરિવારના દીકરાની ટ્યુશન ફી અમે ભરી રહ્યા છીએ. બાળક પાંચ વર્ષનો છે પરંતુ તેના ઘરની પરિસ્થિતિ ન હોવાને કારણે તેનું એડમિશન જુનિયર કે.જી કે સિનિયર કે.જી. માં કરાવ્યું ન હતું. પરંતુ હવે તેને ભણાવવાની જવાબદારી મેં લીધી છે જેથી બે મહિનામાં તેનું એડમિશન ખાનગી શાળામાં કરાવીશ અને હાલ તેને જ્યાં ટ્યુશન મૂક્યો છે તેની ફી હું ભરી રહ્યો છું અને તેનો સંપૂર્ણ ભણાવવાનો ખર્ચ હું ઉપાડીશ.  માતા મનિષાબેને જણાવ્યું હતું કે, ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ધોરણ-૧૨ થી વધુ ભણી શકી ન હતી અને બાદમાં લગ્ન થઈ ગયા હતા. જેથી મારી પહેલા થી જ ઈચ્છા રહી છે કે હું વિદ્યાદાન કરું કારણકે તેનાથી મોટું કોઈ દાન નથી. જેને લઈને અમે સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે અને અમે તે બાળકને ભણાવીશું. મારા દીકરા દીકરીને ભણાવવામાં મારા પિતાએ મને થોડી મદદ કરી હતી. આ સિવાય મેં ઘર કામ કરીને તેમને ભણાવ્યા છે. મારા બાળકો ખૂબ સમજુ છે જેનો મને ગર્વ છે.
  First published:

  Tags: Local 18, સુરત