Home /News /surat /મોંઘવારીને લઈને લગ્નની ખરીદી પર પડી મોટી અસર, લગ્નના બજેટમાં કરવો પડશે વધારો!
મોંઘવારીને લઈને લગ્નની ખરીદી પર પડી મોટી અસર, લગ્નના બજેટમાં કરવો પડશે વધારો!
લગ્નની ખરીદી પર મોંઘવારીની અસર
Effect Of Inflation On Wedding Shopping: હાલમાં લગ્નની સિઝન શરૂ થઈ છે ત્યારે વેપારીઓ સાથે ગ્રાહકોને પણ મોંઘવારી સામે દેખાઈ રહી છે. જેને લઈને વેપારીઓએ તૈયાર કરેલા માલના ઓર્ડરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે સાથે ગ્રાહકો દુકાનમાં માલ ખરીદવા તો આવે છે પણ મોંઘવારીને લઈને માલની ખરીદી પણ ઓછા કરી રહ્યા છે. મકરસંક્રાંતિ પૂરી થતાની સાથે જ લગ્નની સિઝન ફરી એક વખત શરૂ થઈ ગઈ છે.
સુરત: હાલમાં લગ્નની સિઝન શરૂ થઈ છે ત્યારે વેપારીઓ સાથે ગ્રાહકોને પણ મોંઘવારી સામે દેખાઈ રહી છે. જેને લઈને વેપારીઓએ તૈયાર કરેલા માલના ઓર્ડરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે સાથે ગ્રાહકો દુકાનમાં માલ ખરીદવા તો આવે છે પણ મોંઘવારીને લઈને માલની ખરીદી પણ ઓછા કરી રહ્યા છે. મકરસંક્રાંતિ પૂરી થતાની સાથે જ લગ્નની સિઝન ફરી એક વખત શરૂ થઈ ગઈ છે. જોકે લગ્નની સીઝનને લઈને વેપારીઓએ પહેલેથી જ મોટા પ્રમાણમાં માલ તૈયાર કરી દીધો હતો પણ માલ તૈયાર કર્યા પછી પણ માત્ર નામની ઘરાકી નીકળી છે. ખાસ કરીને અલગ અલગ રાજ્યોમાંથી સુરત ટેક્સટાઇલમાં આવતા ઓર્ડરોમાં એટલો વધારો જોવા નથી મળી રહ્યો. મોંઘવારીને લઈને વેપારીઓ ક્યાંક ઓર્ડર ઓછા આપી રહ્યા છે તો ક્યાંક અલગ અલગ કારણોને લઈને માલની જે માગ વધવી જોઈએ તે વધતી નથી જેને લઇને વેપારીઓ નિરાશ થઈ રહ્યા છે
વેપારમાં નુકશાન જાય તેવી શક્યતાઓ
જોકે કમુર્તા પહેલા લગ્નની સિઝનનો માલ તો વેપારીઓએ તૈયાર કર્યો હતો પણ મકરસંક્રાંતિ પૂરી થતાની સાથે હવે વેપારીઓમાં પૂછપરછ શરૂ થઈ છે. ધીરે ધીરે ઓર્ડરો આવવાની શરૂઆત થઈ છે ઓર્ડર વધે તેવી શક્યતાઓને લઈને વેપારીઓને જે તૈયારી કરી હતી તેમાં તેમણે નુકસાન ન જાય તેવું તેવો હાલ વિચારી રહ્યા છે. લગ્ન સિઝનની જે તૈયારી હતી તેની ધીરે ધીરે ગ્રાહકે નીકળતા પોતે તૈયાર કરેલો માલ હવે વેચાઈ જાય તેવી તેમને આશા બંધાઈ છે. લગ્ન જે પરિવારમાં છે તે પરિવારમાં એનઆરઆઇઓ પણ સુરત ખાતે પહોંચ્યા છે અને ખરીદી કરવા નીકળે છે. જોકે તમામ વસ્તુઓ તેમને મોટી લાગી રહી છે પણ જે રીતે વિદેશી ચલણનું પ્રમાણ વધ્યું છે એટલે કે તેમના માટે અમેરિકાથી આવેલા વ્યક્તિઓનું ડોલરની કિંમત વધતા તેમને આ મોંઘવારી નથી પણ ચોક્કસ કહી શકાય મોંઘવારી મહદંશે વધી છે.
એક વ્ચક્તિ પોતાના દીકરાના લગ્નની ખરીદી કરવા નીકળ્યા હતા ત્યારે જે પ્રકારનું બજેટ બનાવ્યું હતું આ બજેટ પણ અત્યારે ડામાદોળ થઈ ગયું છે. કારણ કે, મોંઘવારી માત્ર કપડામાં નહીં પણ પગમાં પહેરવાના ચંપલમાં પણ જોવા મળી રહી છે જેને લઈને બજેટ તો ખોવાઈ ગયું છે સાથે સાથે લગ્નનું બજેટ વધાયેલું છે. આ બજેટને લઈને લગ્ન પર તેની મોટી અસર જોવા મળી રહી છે. પોતાના લગ્નની ખરીદી કરવા નીકળેલી યુવતીએ પણ મોંઘવારીની વાત કરી હતી. જે બજેટ બનાવીને પોતે ખરીદી કરવા બજારમાં નીકળી છે ત્યારે મોંઘવારીને લઈને ત્રણ વસ્તુ નક્કી કરી હતી તેની જગ્યા પર બે વસ્તુ ખરીદવી પડે છે અને જો વસ્તુ ગમે તો પોતાનું જે બજેટ છે કે ખોવાઈ જતા તેનું બજેટ વધારવું પડે તેવી શક્યતાઓ દેખાય છે લોકો મોંઘવારીને લઈને પોતાના લગ્નમાં ખર્ચા ક્યાં ઘટાડવા તેને લઈને લોકોમાં ચિંતા મુકાયા છે.
લગ્નમાં વિદેશથી આવેલા સગાઓ પણ હાલ ખરીદી કરી રહ્યા છે પણ તેઓ પણ લાંબા સમય બાદ ભારતમાં આવ્યા બાદ લગ્નની ખરીદી કરી રહ્યા છે તેમને પણ આ મોંઘવારી નડી રહી છે. પોતાના માટે બનાવેલું બજેટ તો ખોવાઈ ગયું છે પણ જે વસ્તુ દશ અને પંદર હજારમાં મળતી હતી. તેની કિંમત અત્યારે 20 થી 25 હજાર થઈ ગઈ છે. વિદેશથી આવેલા લોકોમાં પણ હવે આ બજેટ અને મોંઘવારીની અસર જોવા મળી રહી છે. લગ્નની ખરીદી બજારમાં ધીરે ધીરે નીકળી રહી છે પણ હોલસેલ બજાર હોય કે રીટેલ બજાર તમામ જગ્યા પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસના લગ્ન સિઝન જામશે ત્યારે આ મોંઘવારીને લઈને બજારમાં માલ કેટલો વેચાય છે અથવા કેટલો કરી જાય છે તે જોવાનું રહ્યું.