Home /News /surat /Surat: આપણી આર્મીના શસ્ત્રો જોવા છે? આ શહેરમાં યોજાયું પ્રદર્શન, રાઇફલ, ગ્રેનેડ, બધુ જ જોવા મળશે!

Surat: આપણી આર્મીના શસ્ત્રો જોવા છે? આ શહેરમાં યોજાયું પ્રદર્શન, રાઇફલ, ગ્રેનેડ, બધુ જ જોવા મળશે!

X
BSF

BSF દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

દેશના જવાનો જ્યારે આપને સુરક્ષા કરે છે ત્યારે તે કયા શસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જાણવામાં લોકોને ખાસ રસ પડ્યો હતો. આ શસ્ત્ર પ્રદર્શનમાં આર્મી દ્વારા 100 થી વધુ શસ્ત્ર પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા.

Mehali Tailor, Surat. ઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટવસુધૈવ કુટુમ્બકમની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લાના હરિપુરા સહિત દેશભરમાં ઇમ્ફાલ, કોહિમા, કટક અને કલકત્તા જેવા વિવિધ સ્થળે આઇકોનિક કાર્યક્રમો યોજાયો.


ઉપરાંત સુભાષબાબુના જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન યોજાયું


સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આયોજીત કાર્યક્રમમાં બી.એસ.એફ. બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવની નૃત્યમંડળી, ઓડિસા જગન્નાથમ દર્શનમ, મણિપૂરી અને બંગાળી પરંપરાગત નૃત્યો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત સુભાષબાબુના જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની સાથે વ્યસનમુક્તિનો ડ્રગ્સની થીમ પ્રદર્શિત કરાયા.


 

શસ્ત્ર પ્રદર્શનમાં આર્મી દ્વારા 100 થી વધુ શસ્ત્ર પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા.


જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં મૂકવામાં આવેલ શસ્ત્રો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશના જવાનો જ્યારે આપને સુરક્ષા કરે છે ત્યારે તે કયા શસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જાણવામાં લોકોને ખાસ રસ પડ્યો હતો. શસ્ત્ર પ્રદર્શનમાં આર્મી દ્વારા 100 થી વધુ શસ્ત્ર પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. જેમાં રાયફલ ટોપ અલગ અલગ બંદૂકો અને બીજા અલગ અલગ શાસ્ત્રો મૂકવામાં આવ્યા હતા.


  શસ્ત્રો ક્યારે અને કેવી રીતે કામ કરે છે તે અંગેની પૂરેપૂરી માહિતી પણ બીએસએફના જવાનો દ્વારા આપવામાં આવી હતી. શસ્ત્રો જેમાં કેટલાક શસ્ત્રો રશિયાના, ઓસ્ટ્રેલિયાના અને કેટલાક શસ્ત્રો ભારતના હતા. અને તમામ શસ્ત્રોની ખાસિયત શું છે અને જ્યારે દુશ્મનો પણ હુમલો કરવાનો હોય છે ત્યારે શાસ્ત્રને કઈ રીતે વાપરવામાં આવે છે તે બાબત તેની જાણકારી પણ પૂરી પાડવામાં આવી હતી.


 


First published:

Tags: Local 18, ભારતીય સેના, સુરત

विज्ञापन