Home /News /surat /સુરતની લાજપોર જેલમાંથી ગેંગવોરના મામલે ત્રણ માથાભારે આરોપીની જેલ બદલી કરવામાં આવી
સુરતની લાજપોર જેલમાંથી ગેંગવોરના મામલે ત્રણ માથાભારે આરોપીની જેલ બદલી કરવામાં આવી
ત્રણ માથાભારે આરોપીની જેલ બદલી કરવામાં આવી
Lajpore Jail of Surat: લાજપોર જેલમાં ગેંગવોરના મામલામાં માથાભારે ત્રણ આરોપીઓની જેલ બદલી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે સુરત શહેરની 9 જેટલી ગેંગ હાલ જેલમાં બંધ છે. શહેરમાં આતંક મચાવતી નવ ગેંગના કુલ 40 કરતાં વધુ ટપોરીઓ ઉપર ગુજસીટોક લાગવાને કારણે શહેરમાં તો શાંતિ છે, પરંતુ જેલમાં કેદીઓ અંદરોઅંદર બાખડવાને કારણે જેલમાં સ્થિતિ વિસ્ફોટક બની છે.
સુરત: લાજપોર જેલમાં ગેંગવોરના મામલામાં માથાભારે ત્રણ આરોપીઓની જેલ બદલી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે સુરત શહેરની 9 જેટલી ગેંગ હાલ જેલમાં બંધ છે. થોડાક સમય પહેલાં જ લિંબાયત ડિંડોલીની માથાભારે ગેંગ કેલીયા ગેંગ અને સાગરીતોએ હરીફ ગોરખ ગેંગના સાગરીત ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટના બની હતી જે બાદ જેલ સત્તાધીશો દ્વારા કડક તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે.
રાજ્યની સૌથી સુરક્ષિત જેલમાં કેદીઓનો ભરાવો
ભવિષ્યમાં જેલમાં ગેંગવોરનો ખતરો નિવારવા કૈલાસ ઉર્ફે કેલીયા, સાગર ઉર્ફે મન્યા ડુક્કર અને દયાવાન ઉર્ફે બંટીને લાજપોર જેલમાંથી બદલીને રાજ્યની અન્ય જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. રાજ્યની સૌથી સુરક્ષિત જેલ ગણાતી લાજપોર જેલમાં હાલ કેદીઓનો ભરાવો થયો છે. શહેરમાં આતંક મચાવતી નવ ગેંગના કુલ 40 કરતાં વધુ ટપોરીઓ ઉપર ગુજસીટોક લાગવાને કારણે શહેરમાં તો શાંતિ છે, પરંતુ જેલમાં કેદીઓ અંદરોઅંદર બાખડવાને કારણે જેલમાં સ્થિતિ વિસ્ફોટક બની છે.
તાજેતરમાં જ બે ગેંગના સાગરીતો અંદરોઅંદર પતરાનું હથિયાર બનાવી એકબીજા ઉપર હુમલો કરી ચૂક્યા છે. લિંબાયતના માથાભારે ગોરખ ગેંગના સાગરીત ઉપર ગુજસીટોકમાં બંધ કૈલાસ ઉર્ફે કેલીયા આધાર પાટીલે સાગરીતો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. લાજપોર જેલ સત્તાધીશો દ્વારા મામલાની ગંભીરતા પારખી કૈલાસ ઉર્ફે કેલીયા આધાર પાટીલ, સાગર ઉર્ફે નીતિન, ઉર્ફે મનોજ, ઉર્ફે મન્યા ડુક્કર, સંતોષ સોનવણે અને દયાવાન ઉર્ફે બંટી, અશોક લાલચંદ પાટીલને દિવાળી પહેલાં લાજપોર જેલમાંથી બદલી કરવા માટે કોર્ટમાં રજૂઆત કરાઇ હતી.
અત્યારે કુલ નવ જેટલી ગેંગ સુરત જેલમાં બંધ છે
જેલ સત્તાધીશોએ નોંધ્યું હતું કે, આ ત્રિપુટી લિંબાયત-ડિંડોલી વિસ્તારમાંથી આવતી હતી અને ત્રણેય માથાભારે છાપ ધરાવતા હતા. કોર્ટે આ ત્રણેયની જેલ બદલી માન્ય રાખી દયાવાન ઉર્ફે બંટીને અમદાવાદ, સાગર ઉર્ફે મન્યાને વડોદરા અને કૈલાસ ઉર્ફે કેલીયાની રાજકોટ જેલ બદલી કરી દીધી હતી. માથાભારે ટપોરીઓ વચ્ચે જેલમાં ગેંગવોરતો ભયલાજપોર જેલમાં હાલ પ્રવીણ રાઉત, રાહુલ એપાર્ટમેન્ટ, ગાજીપરા ગેંગ, લાલુ જાલીમ ગેંગ, મનીષ કુકરી ગેંગ સહિતના ટપોરીઓ બંધ છે. તેમાંથી કેટલાકની એકબીજા સાથે તો કેટલાકની અંદરોઅંદર દુશ્મની છે તેને કારણે જેલમાં સ્થિતિ ગંભીર હોઇ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.