Home /News /surat /

Surat Crime: સુરતમાં પત્રકારના નામે તોડ કરતો યુવક ઝડપાયો, બિલ્ડરને ધમકી આપી માંગી પાંચ લાખની ખંડણી

Surat Crime: સુરતમાં પત્રકારના નામે તોડ કરતો યુવક ઝડપાયો, બિલ્ડરને ધમકી આપી માંગી પાંચ લાખની ખંડણી

આ અગાઉ પણ અરૂણ પાઠક સામે ખંડણી સહિતના છ ગુના નોંધાયા હતા. પોલીસે અરૂણ પાઠકની ધરપકડ કરી હતી.

અરૂણ પાઠક સામે અગાઉ પણ ખંડણીના ગુનાડિંડોલી પોલીસે શ્યામાનંદ ઠાકુરની ફરિયાદના આધારે અરૂણ શેષરામ પાઠક સહિત 3 ઇસમ સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો. આ અગાઉ પણ અરૂણ પાઠક સામે ખંડણી સહિતના છ ગુના નોંધાયા હતા. પોલીસે અરૂણ પાઠકની ધરપકડ કરી હતી.

વધુ જુઓ ...
સુરત (Surat Crime)માં જાણે ગુનેગારોને કાયદાનો કોઇ ખૌફ ના રહ્યો હોય તેમ શહેરમાં ક્રાઇમ ચોપડે સતત ગુનાઓ નોંધાઇ રહ્યા છે અને સુરત પોલીસ (Surat Police) પણ આ ગુનેગારો પર લગામ કસવા માટે એક્શનમાં આવી કાયદાકીય કામગીરી કરી રહી છે. ત્યાં જ સુરતમાં વધુ એક ધમકી આપી ખંડણી (ransom) માગવાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમા "બાંધકામ કરવું હોય તો 5 લાખનો હપ્તો આપવો પડશે, નહીં તો કામ ચાલું નહીં થાય" એવી બિલ્ડરને ધાક-ધમકી આપનારા અરૂણ પાઠક સામે ડિંડોલી પોસે ખંડણીનો ગુનો નોંધ્યો છે. અરૂણના માણસોએ બિલ્ડરની સાઇટ પર હંગામો મચાવી મારપીટ પણ કરી હતી.

પરવટે પાટિયા, ખાડી કિનારે નંદનવન રોહાઉસમાં રહેતા શ્યામાનંદ અમરનાથ ઠાકુર (ઉં.વ.55, મુળ બિહારી) વ્યવસાયે બિલ્ડર છે. મહિના પહેલાં ડિંડોલીમાં લક્ષ્મીનારાયણ વિભાગ-2 ખાતે બાબુભાઈ પટેલની સાઇટ પર કંપાઉન્ડ વોલ કરવાનું કામ તેમણે મળ્યું હતુ. વીસેક દિવસ પહેલાં સાંજના સુમારે શ્યામાનંદ ઠાકુર આ જગ્યા પર હાજર હતા ત્યારે અરૂણું પાકે ત્યાં આવી પોતાની પત્રકાર તરીકે ઓળખ આપી હતી. ત્યાર બાદ આ સાઇટનું કામ ચાલું રાખવું હોય તો હપ્તાના પાંચ લાખ રૂપિયા આપવા પડશે, પૈસા નહિ આપો તો કામ ચાલું નહિ થાય એવી ધાક-ધમકી આપી હતી.

આ પણ વાંચો- અગ્નિપથ ભરતી યોજના યુઝ એન્ડ થ્રો સમાન

ગત તા. 16મીએ સવારે રયામાનંદ હાકુર પોતાની સાઇટ પર હાજર હતા ત્યારે બે યુવકોએ ત્યાં આવી બાંધકામ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ શ્યામાનંદને "તુમ અરૂણ પાદક સે મિલને નહીં ગયે”, અભી કામ બંધ કર દો, પહેલું અરૂણ પાહકે કા પાંચ લાખ કા વ્યવહાર પતા દો ફીર કામ ચાલુ કર" એવું કહેતા શ્યામાનંદે મારું કોઈ બે નંબરનું કામ નથી. પૈસા શાના આપવાના એવો જવાબ આપતા તેઓએ ગાળાગાળી કરી શ્યામાનંદને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બૂમાબૂમ થતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેઓની સામે બે યુવકોએ "તુમ હમે ઓર અરૂણ પાઠક કો જાનતે નહીં હો, વો તુમે કાનૂની કાર્યવાહીમેં ઇતના ફસા દેગા કી તુમહારા કે કામ કમી ચાલુ નહિ હોગા. અગર કામ ચાલુ કરના હૈ તો પતાવટ તો કરની પડેગી, વરના જાન સે હાથ ધો બેઠોગે " એવી ધમકી આપી તેઓ ચાલ્યા વાયા હતા.

આ પણ વાંચો- સુરતમાં 72 લાખનો ગાંજો ઘૂસાડવાનો કિમિયો

અરૂણ પાઠક સામે અગાઉ પણ ખંડણીના ગુનાડિંડોલી પોલીસે શ્યામાનંદ ઠાકુરની ફરિયાદના આધારે અરૂણ શેષરામ પાઠક સહિત 3 ઇસમ સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો. આ અગાઉ પણ અરૂણ પાઠક સામે ખંડણી સહિતના છ ગુના નોંધાયા હતા. પોલીસે અરૂણ પાઠકની ધરપકડ કરી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, Surat police, સુરત પોલીસ, સુરતના સમાચાર

આગામી સમાચાર