Home /News /surat /

સુરત: મિત્રની પત્ની ઉપર નજર બગાડતા વાત વણસી, ઘર્ષણ બાદ બે મિત્રએ યુવકનું ઢીમ ઢાળી દીધુ

સુરત: મિત્રની પત્ની ઉપર નજર બગાડતા વાત વણસી, ઘર્ષણ બાદ બે મિત્રએ યુવકનું ઢીમ ઢાળી દીધુ

મૃતક કેવજી મિત્ર ભગનની પત્ની ઉપર નજર બગાડતો હતો.

બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર જઈને જોતા મૃતકને મોઢા અને શરીરના ભાગે ઉપરાછાપરી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું. સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત (Surat)ના સચિન ખાતે કનસાડ ગામ સ્મશાનભૂમિની બાજુમાં મીંઢોળા નદીના કિનારે ઝાડી ઝાંખરામાંથી ગઈકાલે અજાણ્યા ઇસમની હત્યા (Murder) કરાયેલી લાશ (Dead Body) મળતા ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન પોલીસ (Sachin Police Station)ની ટીમે ગણતરીના કલાકોમાં હત્યા (Sachin Area Murder case) કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કનસાડ ગામ હળપતિવાસની પાસે સ્મશાનભૂમિ પાસે મીંઢોળા નદીના કિનારે ઝાડી ઝાંખરામાંથી ગઈકાલે બપોરે આશરે 35 થી 40 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી હતી.

બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર જઈને જોતા મૃતકને મોઢા અને શરીરના ભાગે ઉપરાછાપરી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું. સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કનસાડ ગામમાં રહેતા અને ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 38 વર્ષીય ઉપેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીએ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં મેઘરાજાની પધરામણી ક્યારે?

પોલીસ તપાસમાં મૃતકની લાશના ફોટાના આધારે તેની ઓળખ થઈ ગઈ હતી. મૃતકનું નામ કેવજી ઉર્ફે શ્રીરામ જોગલા ડાવર (ઉવ 45, રહે.સચિન તથા મુળ અલીરાજપુર , મધ્યપ્રદેશ) નો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કેવજી તેના ગામ નજીક આવેલા પાનમુડી ગામના ભગન તથા રાકેશ (રહે, સ્લમ બોડ સચિન) સાથે મજુરીકામ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે ભગન તથા રાકેશની તપાસમાં હતા. બંનેને પોલીસે બાતમીના આધારે ભગન પાતલીયા મસ્તીયાને શોધી કાઢ્યા હતા.

આ પણ વાંચો- મામાએ જમવામાં નશીલો પદાર્થ ભેળવી ભાણી પર દુષ્કર્મ આચર્યું

આ હત્યાના કેસમાં સવારે ઝઘડો થતાં બંને મિત્રને નદી કિનારે લઈ જઈ હત્યા કરી
હોવાની જાણકારી સપાટી પર આવી હતી. મૃતક કેવજી મિત્ર ભગનની પત્ની ઉપર નજર બગાડતો હતો. જે વાતને લઇ તેઓની વચ્ચે ગઇકાલે સવારે આઠેક વાગ્યે કનકપુરગામ હળપતિવાસની સામે આવેલા ઓવરબ્રિજ નીચે ઝઘડો થયો હતો. ત્યારબાદ કેવજીને સ્મશાનભુમિ પાસે મીંઢોળા નદીના કિનારા પાસે ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ લઇ ગયા હતા. અને ત્યાં લોખંડનો પાઇપ તથા પાવડાના લાકડાના હાથા વડે માર મારી હત્યા કરી હતી. જોકે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime Latest News, Surat crime News Gujarati, Surat crime Surat News, સુરત પોલીસ

આગામી સમાચાર