સુરત શહેરમાં કોરોના સંક્રમણ ચરમસીમાંએ પહોચી ગયું છે. ત્યારે શનિ અને રવિવારના રોજ મોટી સંખ્યામાં સુરતીઓ ખાણી પીણી માટે સ્ટ્રીટ ફુડ ખાતે દોટ મુકતા હોઇ છે. જેને લઇને મનપા દ્વારા શનિવારે અને રવિવારે અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં સ્ટ્રીટ ફુડની પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જયારે અન્ય ઝોન વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા સુધી સ્ટ્રીટ ફુડને મંજુરી આપી હતી પરંતુ ગાઇડ લાઇનને આધારે. પરંતુ સુરતીઓએ આજે સાબીત કરી બતાવ્યું હતું કે, હમ નહિ સુધરેગે. અઠવા અને રાંદેર ઝોન વિસ્તાર સિવાયના સ્ટ્રીટ ફુડ માટે લોકોએ પડાપડી કરી હતી. મનપા દ્વારા જાહેરક કરવામાં આવેલ ગાઇડલાઇનની એસી-તેસી કરી નાખી હતી.
સુરત શહેરમાં કોરોના કેસો રોજ 200થી વધારે આવી રહ્યા છે. જેથી મનપા દ્વારા માસ સેમ્પલીંગની સામે અનેક પ્રતિબંધિત આદેશો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં વિકેન્ડમાં હજારોની સંખ્યામાં સુરતીઓ ખાણી પીણી અને ફરવા માટે આવતા હોય છે. જેને લઇને કોરોના સંક્રમણ વધુ ફેલાઇ છે, જેથી આ વિસ્તાર અને અન્ય વિસ્તારો માટે પણ જોખમ કારક હોય છે. જેથી મનપા દ્વારા વિકેન્ડમાં અઠવા અને રાંદેર ઝોનમાં સ્ટ્રીટ ફુડ સહિત સ્ટ્રીટ વેન્ડરો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેને લઇને આ વિસ્તારોમાં સ્ટ્રીટ ફુડ બંધ રહ્યા હતા. પરંતુ અન્ય ઝોન વિસ્તારોમાં સ્ટ્રીટ ફુડ સહિતના વેન્ડરોને રાત્રે 10 વાગ્યા સુધી મંજુરી આપવામાં આવી હતી.
આ મંજુરી પણ ગાઇડલાઇનને આધારે આપાવામાં આવી હતી. જેમાં લારી પર એક સમયે એક જ વ્યકિતને ફુડ આપવાનું રહેશે, ટેક વે સિસ્ટમ ચાલું કરવી, નજીક-નજીક ખાણી પીણીની લારીઓ નહિ રાખવી, માસ્ક વગરના લોકોને ફુડ આપવું નહિ. આ તમામ ગાઇડલાઇનોના આજે સુરતીઓએ ધજાગરા ઉડ઼ાવ્યા હતા. ઉધના દરવાજા પાસે એક લાઇનમાં 20 થી વધુ લારીઓ ચાલું હતી, સોસિયલ ડિસ્ટન્સના ભંગ , માસ્ક નહિ પહેરવા તેમજ એક સાથે મોટી સંખ્યામાં લોકોને ખવડાવતા દ્રશ્યો કેદ થયા હતા.
એટલે કહી શકાય કે, સુરતીઓ હજુ પણ કોરોના ગંભીરતા સમજતા નથી અને નિયમોની એસીતેસી કરી સંક્રમણનો ભોગ પોતે પણ બની રહ્યા છે અને બીજાને પણ સંક્રમણ આપી રહ્યા છે. સ્વાદના શોખીન સુરતીઓએ કોરોના ગાઇડ લાઇનની કરી એસિતેસી.