સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસનો કહેર જે રીતે વર્તાઇ રહ્યો છે તે જોઇને આરોગ્ય વિભાગની ઉંઘ હરામ થઇ ગઇ છે. પરપ્રાંતીય શ્રમિક સુરતમાં પરત આવતા કોરોના વાયરસના કેસો વધી રહ્યા હોવાનું પાલિકા તંત્ર માની રહ્યું છે. તે માટે પાલિકાએ રેલ્વે સ્ટેશન પર કાઉન્ટર ચાલુ કરી પરપ્રાંતીયોનું રજીસ્ટ્રેશન શરૂ કર્યુ છે. તેઓને સાત દિવસ ફરજીયાત કોરોન્ટાઇન રહેવાનો આદેશ પણ કરવામાં આવી રહ્યો છે. જેથી સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે.
આ દરમ્યાન ગુરૂવારે સુરતમાં ૧૬૫ કેસ નોધાયા છે. આ સાથે શહેર - જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૩,૫૨૦ પર પહોંચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક ૮૫૪ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૨૦,૦૬૬ લોકો ઘરે પરત ફર્યા છે. હાલ સિવીલ અને સ્મિમેર હોસ્પિટલમાં ૨૫૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જયારે સિવીલ, સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલોમાં ૮૧૩ એકટીવ કેસો છે.
સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે. તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે. ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં ૯૦ કેસ નોધાયા છે.
આ સાથે શહેરમાં ૧૮,૦૯૪ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી અધધ ૭૫ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૫,૪૨૬ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૩,૫૨૦ પર પહોચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૮૫૪ ના મોત નિપજયા છે.
આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૨૦,૦૬૬ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૮ ટકા થયો છે. નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાની સારવાર લઇ રહેલા ૨,૪૩૬ દર્દીઓ પૈકી ૮૧૩ એકટીવ છે. જયારે સિવીલમાં ૧૫૭ અને સ્મિમેરમાં ૧૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ કોરોન્ટાઇન ફેસીલીટીની વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં ૩૭,૩૭૨ લોકો કોરોન્ટાઇન હેઠળ છે.