Home /News /surat /સુરતમાં Coronaની ગંભીર સ્થિતિ: બપોર સુધીમાં જ Record 186 કેસ, તંત્રની ફરી ઊંઘ હરામ

સુરતમાં Coronaની ગંભીર સ્થિતિ: બપોર સુધીમાં જ Record 186 કેસ, તંત્રની ફરી ઊંઘ હરામ

સુરત શહેર અને જિલ્લાના કેસો મળીને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25300 પર પહોચી ગઇ છે.

સુરત શહેર અને જિલ્લાના કેસો મળીને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25300 પર પહોચી ગઇ છે.

સુરતમાં કોરોનાનો આંક 25 હજારને પાર થઇ ગયો છે. ત્યારે હવે શહેરી વિસ્તારની સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલા કેસો સતત ચિંતાનો વિષય છે. સુરતમાં આજે બપોર સુધીમાં 186 કેસો પોઝિટિવ નોધાયા છે. જેમાં 98 કેસો સુરત ગ્રામ્યના છે જયારે શહેરમાં બપોર સુધીમાં 88 કેસ નોધાયા છે.

સુરત શહેર અને જિલ્લાના કેસો મળીને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25300 પર પહોચી ગઇ છે. જેમાં સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાના કુલ કેસો બપોરના 88 કેસો ઉમેરાતા 19145 પર પહોચી ગયા છે. જયારે ગ્રામ્યના આજના 98 મળીને 6176 પર આકડો પહોચી ગયો છે.

આ પણ વાંચોજામનગર: વ્યાજખોરનો આતંક, પટેલ યુવાને અંગ્રેજીમાં ચીઠ્ઠી લખી ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

સુરત શહેરમાં જેરીતે અઠવા વિસ્તારમાં કોરોનાના કેસો મનપાના આરોગ્ય વિભાગ માટે ચિંતા છે તેવીજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં કામરેજ , ઓલપાડ , કિમ , માંગરોળ તેમજ ચૌયાસી વિસ્તારમાં વધી રહેલા કેસોએ પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે. મોતનો આકડો ભલે ઓછો થયો હોય પરંતુ જે પ્રમાણે પોઝિટિવ કેસો અનલોક ફોરમાં વધી રહ્યા છે. તે ખુબજ ગંભીર બાબત છે.
" isDesktop="true" id="1025985" >

ઉલ્લેખનીય છેકે સુરત શહેરમાં સરેરાશ અન્ય ઝોન વિસ્તા્માં કોરોના સંક્રમણના આકડા ઘટી રહ્યા છે. ત્યારે મનપાના અઠવા ઝોનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવી છે. મોટા ભાગે લોકો આ વિસ્તારમાં વધારે આવતા હોવાને કારણે આ કેસો વધ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી પણ મનપા હાલ આ વિસ્તારમાં મહતમ ટેસ્ટીગ અને કન્ટેઇન્ટમેન્ટ કરીને કોરોના સંક્રમણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
First published:

Tags: Surat coroanvirus cases, Surat corona deaths, Surat corona report, Surat corona updates

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો