Home /News /surat /

સુરતમાં ભંગારનો ધંધો કરતા ઈસમ પાસેથી પોલીસને મળી આવ્યા 83 જેટલા મોંઘા મોબાઈલ

સુરતમાં ભંગારનો ધંધો કરતા ઈસમ પાસેથી પોલીસને મળી આવ્યા 83 જેટલા મોંઘા મોબાઈલ

સુરતમાં છેલ્લા લાંબા સમયથી મોબાઇલની ચોરી અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે

Surat News: દરોડા દરમિયાન આ વિકીના ઘરેથી એક-બે નહીં પણ ત્યાંથી 83 જેટલા મોંઘા મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે આ તમામ મોબાઇલ કબજે કરી આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી ત્યારે આ વ્યક્તિ મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના મોબાઈલ સસ્તા ભાવે ખરીદ્યા બાદ તેને વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હોવાની માહિતી સામે આવી છે.

વધુ જુઓ ...
સુરત (Surat City news)માં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગ (Mobile Theft)ની ઘટનાઓને ધ્યાનમાં રાખી પોલીસે (Surat Police) અલગ-અલગ ટીમો બનાવી મોબાઈલ સ્નેચિંગ કરતા હોય તેવા ઇસમોને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી છે ત્યારે સુરતની અમરોલી પોલીસ (Amroli Police)ને બાતમી મળી હતી કે, કોસાડ આવાસમાં રહેતો એક વ્યક્તિ જે ભંગારનો વેપાર કરે છે તેના ઘરે મોટી માત્રામાં મોંઘા મોબાઇલ છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આ ઈસમ પાસેથી 83  મોબાઈલ ફોન કબ્જે કરી તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.



સુરતમાં છેલ્લા લાંબા સમયથી મોબાઇલની ચોરી અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોય તેવા ઈસમોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શહેરમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે કોસાડ આવાસમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા નરેશ ચૌહાણ નામનો ઇસમ મોંઘા મોબાઈલ સસ્તામાં વેચી રહ્યો છે. આવી વિગત મળતા જ પોલીસે આ વ્યક્તિના ઘરે દરોડા પાડયા હતા.

આ પણ વાંચો- Surat: સુરતમાં જે કામ પોલીસ ન કરી શકી તે પાલિકાએ કરી બતાવ્યું, માથાભારે શખ્સોના દારૂના અડ્ડાઓ તોડી પાડ્યા

જોકે દરોડા દરમિયાન આ વિકીના ઘરેથી એક-બે નહીં પણ ત્યાંથી 83 જેટલા મોંઘા મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે આ તમામ મોબાઇલ કબજે કરી આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી ત્યારે આ વ્યક્તિ મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના મોબાઈલ સસ્તા ભાવે ખરીદ્યા બાદ તેને વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો- Organ donation: અમદાવાદના રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકે મોત બાદ પણ લોકોને જીવન આપ્યું

જોકે પોલીસે કબજે કરેલા બે મોબાઇલ અમરોલી પોલીસમાં નોંધાયેલા ગુના હતા. બાકીના મોબાઈલ શહેરના અન્ય અલગ-અલગ વિસ્તારોમાં જીત ચોરી અથવા તો મોબાઈલ સ્નેચિંગના હોવાની વિગતો સામે આવતા પોલીસે નરેશ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મોબાઇલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ આજ પ્રકારની કોઈ ગુનાહિત કાર્યોમાં જોડાયો છે કે કેમ તે દિશામાં પણ સુરતની અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Mobile theft, Surat crime news, Surat police, Surat theft

આગામી સમાચાર