Home /News /surat /Surat: સુરતમાં સાવકા પિતાએ પુત્રી પર દાનત બગાડી, માતાએ પણ મૌન ધારણ કર્યું, મુંબઇમાં નોંધાઇ ફરિયાદ
Surat: સુરતમાં સાવકા પિતાએ પુત્રી પર દાનત બગાડી, માતાએ પણ મૌન ધારણ કર્યું, મુંબઇમાં નોંધાઇ ફરિયાદ
(પ્રતિકાત્મક તસવીર)
Surat Crime News: સુરતમાં પિતા-પુત્રીના સંબંધો અને લાગણીઓને લાંછન લગાડતો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે પિતાએ કરેલા શારીરિક અડપલાં કરતા માતાને ફરિયાદ કરી હતી. જોકે માતાએ આ મામલો દબાવાનો પ્રયાસ કર્યો હતો પણ મામલો બહાર આવ્યો હતો.
પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતો મામલો સામે આવ્યો છે સુરત (Surat News) ના નાનપુરા વિસ્તારમાં રહેતી તરુણીને સાવકો પિતા જ શારીરિક છેડછાડ (Girl molested) કરતો હતો. જો કે તરૂણીએ આ મામલે માતાને કહેતા માતાએ તરુણીને ચૂપ રહેવા કહ્યું હતું. જોકે મુંબઇ (Mumbai) ખાતે રહેતા પોતાના પિતાને ત્યાં ગયા બાદ તરૂણીએ સાવકા પિતા વિરુદ્ધ મુંબઇ ખાતે ફરિયાદ નોંધાવતા મુંબઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ અર્થે સુરત મોકલી આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સુરતમાં પિતા-પુત્રીના સંબંધો અને લાગણીઓને લાંછન લગાડતો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે પિતાએ કરેલા શારીરિક અડપલાં કરતા માતાને ફરિયાદ કરી હતી. જોકે માતાએ આ મામલો દબાવાનો પ્રયાસ કર્યો હતો પણ મામલો બહાર આવ્યો હતો. સુરત ના નાનપુરા ખાતે રહેતી 40 વર્ષીય મહિલાના લગ્ન મુંબઈ ખાતે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક પુત્રી અને બે પુત્રના જન્મ બાદ સતત ચાલતા ઝગડાને લઇને આ મહિલા પોતાના પતિ સાથે છૂટાછેડા લઇને સુરત ખાતે આવી ગઈ હતી અને પોતાની પુત્રીને સાથે રાખીને ફિરોઝઅલી અબ્બાશ શેખ નામના યુવાન સાથે લગ્ન કર્યા હતા.
જોકે પ્રથમ પતિ થકીના બે પુત્ર અને એક પુત્રી સાથે ફિરોઝના ઘરે રહેવા ગઇ હતી. મહિલાને બીજા પતિ થકી સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરંતુ બેકાર ફિરોઝઅલી છેલ્લા કેટલાક સમયથી 16 વર્ષીય પુત્રી પર બદ્દદાનતથી જોતો હતો અને રાતે ઊંઘમાં શારિરીક અડપલા કરતા હતો. આથી પુત્રીએ સાવકા પિતાની કરતૂતની જાણ માતાને કરી હતી પરંતુ માતાએ પુત્રીને ચૂપ રહેવા માટે કહ્યું હતું. પંદરેક દિવસ અગાઉ ફિરોઝે નિંદ્રાધીન પુત્રીને પુનઃ કનડગત કરી હતી. જેથી 16 વર્ષીય તરુણી ઘર છોડીને મુંબઇ ખાતે રહેતા તેના સગા પિતા પાસે ચાલી ગઇ હતી અને સમગ્ર હક્કીત વાકેફ કરી મુંબઇના મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.