Home /News /surat /

Surat Crime: સુરતમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળું દબાવી પત્નીની હત્યા કરી નાંખી

Surat Crime: સુરતમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળું દબાવી પત્નીની હત્યા કરી નાંખી

સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાહક વધી રહ્યો છે તેમાં પણ મહિલા અત્યાચારોના ગુના સતત પોલીસ મથકે નોંધાઈ રહ્યા છે.

પત્ની દ્વારા અવારનવાર પતિના બેકારીને લઈને ઝઘડો કરવા સાથે પોતાના પિયરથી પૈસા લઈ આવતી હોવાને લઈને જે બોલતી હતી તેને લઈને પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડા થઈ ચૂક્યા હતા. જોકે બે દિવસ પહેલા પણ જમવા બાબતે પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો હતો.

સુરત (Surat Crime)ના ચોક બજાર વિસ્તારમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં બેકાર બનેલા પતિએ આવેશમાં આવીને પત્નીનું ગળું દબાવી હત્યા (Murder) કરી ફરાર થઈ ગયો હતો. જો કે પત્નીના પરિવારજનોએ સામે આક્ષેપો કરતા પોલીસ (Surat Police) આ મામલે તપાસ શરૂ કરી હતી. જ્યાં પત્નીની હત્યા (Surat Murder) થઇ હોવાનું સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાહક વધી રહ્યો છે તેમાં પણ મહિલા અત્યાચારોના ગુના સતત પોલીસ મથકે નોંધાઈ રહ્યા છે ત્યારે એક પતિએ પત્નીની હત્યા કર્યાનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં  ચકચાર મચી જવા પામી હતી. સુરતના ચોકબજાર ફુલવાડી મન્નત એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય આફરીન શેખના લગ્ન ઈરફાન સાથે 5 વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં દોઢ વર્ષનું બાળક છે. ઈરફાન પહેલા કલર કામ કરતો હતો અને હાલમાં તે કામધંધો કરતો ન હતો અને નશો કરી પત્ની સાથે ઝઘડો કરતો હતો. આથી ઘર ચલાવવું મુશ્કેલ પડતું હતું ત્યારે આ બાબતેના મેણાટોણા મારતી હતી. જેને લઈને અઠવાડિયા પહેલા પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હતો બાદમાં પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું.

આ પણ વાંચો- VIDEO: સુરતમાં બેફામ કારચાલકે યુ-ટર્ન લીધો અને બાઈક ચાલક ધડાકાભેર અથડાયો

પત્ની દ્વારા અવારનવાર પતિના બેકારીને લઈને ઝઘડો કરવા સાથે પોતાના પિયરથી પૈસા લઈ આવતી હોવાને લઈને જે બોલતી હતી તેને લઈને પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડા થઈ ચૂક્યા હતા. જોકે બે દિવસ પહેલા પણ જમવા બાબતે પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો હતો. તેને લઈને પછી એ પત્નીને ઘળું દબાવી હત્યા કરી નાખી હતી. જોકે નજીકમાં જ રહેતા સંબંધીને હીંચકી આવી બેભાન થઈ ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું. જેના પછી તેને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારબાદ પતિ-પત્નીને મૂકી ત્યાંથી ભાગી છુટ્યો હતો.

આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ, જાસપર ગામ બેટમાં ફેરવાયું

જોકે યુવતીનો પરિવાર હોસ્પિટલ પહોંચી તેના પછી તેની હત્યા થઇ હોવાનો આક્ષેપ કરતા પોલીસે આ મામલે પરિણીતા ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જો કે પોલીસે હત્યા બાદ આરોપી જે રીતે ફરાર થઈ ગયો હતો એટલે કે પરિણીતા પતિ ઉપર શંકાની સોય પહેલેથી જ પોલીસને હતી. પત્નીને ઘળું દબાવીને હત્યા કર્યા હોવાનું સામે આવતા પોલીસે ગણતરીના કલાકના હત્યારા પતિ ઈરફાન શેખ ઈશાક શેખની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, Surat crime News Gujarati, Surat police, સુરત સમાચાર, સુરત હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन