Home /News /surat /Surat Rape case: સગીરાને લગ્નની લાલચ આપી મોલમાં ફરવા લઇ ગયા બાદ દુષ્કર્મ, સગીરા ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
Surat Rape case: સગીરાને લગ્નની લાલચ આપી મોલમાં ફરવા લઇ ગયા બાદ દુષ્કર્મ, સગીરા ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યાં જ હત્યા લૂંટ અને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર રોડ ઉપર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રવાલ નામના યુવકે ઘર પાસે જ રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી બંને એકબીજા સાથે આંખ મળી ગઈ હતી. જેને લઇને તેને આ યુવતી સાથે ધીરે-ધીરે સંપર્ક વધાર્યો હતો અને તેને એક દિવસ મોલમાં ફરવા લઈ ગયો હતો ત્યારબાદ આ યુવક દ્વારા કિશોરીને સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા.
સુરત (Surat Crime)માં સતત નાની બાળકીઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મ (Rape)ની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કાપોદ્રા (Kapodra Rape case) વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી તેને મોલમાં ફરવા લઈ ગયો હતો ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો થતાં પરિવાર તેને હોસ્પિટલ લઈ જતા આ સગીરા ગર્ભવતી (pregnant) હોવાનું તબીબે ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે સગીરાએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગત પરિવારને આપતા પરીવારે યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યાં જ હત્યા લૂંટ અને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં નાની બાળકીઓ સાથે સગીર વયની ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કારની સત્ય ઘટનાઓ સામે આવી રહી છે. કિશોરભાઈની બાળકીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચકચારમચી જવા પામી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર રોડ ઉપર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રવાલ નામના યુવકે ઘર પાસે જ રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી બંને એકબીજા સાથે આંખ મળી ગઈ હતી. જેને લઇને તેને આ યુવતી સાથે ધીરે-ધીરે સંપર્ક વધાર્યો હતો અને તેને એક દિવસ મોલમાં ફરવા લઈ ગયો હતો ત્યારબાદ આ યુવક દ્વારા કિશોરીને સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. જોકે આ બાદ કિશોરી પ્રથમ તો વિરોધ નોંધાવ્યો હતો બાદમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
જોકે થોડા દિવસ બાદ સગીરાને પેટમાં દુખાવો થતા પરિવાર કિશોરીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબે કિશોરી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો જેને લઇને પરિવારના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. જોકે પરિવારે સમગ્ર મામલે કિશોરીની પૂછપરછ કરતાં તેણે ઘર નજીકના યુવક સાથે પ્રેમસંબંધ હતો અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની વિગતો આપી હતી. જેને લઇને આ કિશોરીના પરીવારે યુવક વિરુદ્ધ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવા સાથે દુષ્કર્મના આરોપી યુવકને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.