Home /News /surat /રાજ્ય ખાંડ ઉદ્યોગ માટે લેવાયો મહત્વનો નિર્ણય, કેન્દ્ર સરકારે ખાંડ નિકાસની આપી મંજુરી

રાજ્ય ખાંડ ઉદ્યોગ માટે લેવાયો મહત્વનો નિર્ણય, કેન્દ્ર સરકારે ખાંડ નિકાસની આપી મંજુરી

કેન્દ્ર સરકારે ખાંડ નિકાસની આપી મંજુરી

State Sugar Industry: કેન્દ્ર સરકાર દ્વારા આગામી 31 મે સુધી મિલોના ક્વોટાના આધારે ખાંડ નિકાસને છૂટ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  હાલ દેશમાં ખાંડની ઉપલબ્ધતા પૂરતી હોવાથી અન્ન અને પુરવઠા નાગરિક મંત્રાલયે નિર્ણય લીધો હતો.

વધુ જુઓ ...
    કેતન પટેલ, બારડોલી: દેશમાં બીજા નંબર આવતો ખાંડ ઉદ્યોગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.  કેન્દ્ર સરકાર દ્વારા આગામી 31 મે સુધી મિલોના ક્વોટાના આધારે ખાંડ નિકાસને છૂટ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  હાલ દેશમાં ખાંડની ઉપલબ્ધતા પૂરતી હોવાથી અન્ન અને પુરવઠા નાગરિક મંત્રાલયે નિર્ણય લીધો હતો. ખાસ કરીને રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે છ માસથી મુકાયેલો ખાંડ નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી હવે દક્ષિણ ગુજરાતની 15 જેટલી સુગર મેલો 1.93 લાખ ટન ખાંડ એક્સપોર્ટ કરવાની શકતા છે.

    કુલ ઉત્પાદનની 18.23% ખાંડ નિકાસ કરવાની છૂટ


    કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લઈ કુલ ઉત્પાદનના 18.23% ક્વોટા નક્કી કરી ખાંડ નિકાસ કરવાની છૂટ આપી છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપણી સાથે જ સુગર મિલોમાં પણ શેરડી પિલાની સીઝનની શરૂઆત થઈ છે.  જેથી ખાંડનું ઉત્પાદન પણ શરૂ થયું છે.  બીજી તરફ ગત સિઝનની કેટલીક ખાંડ હજુ સ્ટોકમાં પડી છે. કેમ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ ખંડને નિકાસ કરવાની છૂટ આપવામાં આવી ન હતી. પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. વિકાસના આધારે નિકાસ માટે કોટાની વધુ ફાળવણી નક્કી કરવામાં આવનાર છે. આ પછી ખાંડ નિકાસના આધારે વિકાસ માટે વધુ ફાળવણી નક્કી કરવામાં આવનાર છે.

    આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરે કહ્યું - ‘મારી લાગણી છે કે CM ઠાકોર સમાજના બને’

    1.93 લાખ ટન ખાંડ એક્સપોર્ટનો સમાવેશ કરાયો


    જે પ્રમાણે ખાંડની નિકાસને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. તે મામલે ગુજરાત ખાંડ ઉદ્યોગને વધારે લાગુ પડે છે, ત્યાં સુધી 15 જેટલી સુગર મિલોને નિકાસ માટે કોટા ફાળવવામાં આવ્યા છે. 15 સુગર મિલો મળીને કુલ 1.93 લાખ ટન ખાંડ એક્સપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.  જેમાં સૌથી વધુ ક્વોટા બારડોલી સુગરને 33,000 ટન આપવામાં આવ્યો છે. આ એક્સપોર્ટ નિકાસની છૂટ આપવાને કારણે આર્થિક રીતે નબળી પડેલ સુગર મિલોને ફાયદો થનાર છે. તેમજ વધુ ઉત્પાદન કરતી સુગર મિલોને પણ આર્થિક રીતે ખાંડ નિકાસના કારણે ચોક્કસથી રાહત થવાની ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો આશા સેવી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Sugar Factory, ઉદ્યોગ, કેન્દ્ર સરકાર

    विज्ञापन
    विज्ञापन