સુરતનું લીંબાયત જાણે ગુનેગારોનું હબ બની રહ્યું છે તેવું લાગે છે. થોડા-થોડા દિવસના અંતરે અહીં હત્યા કે હત્યાના પ્રયાસની ઘટના સતત બની રહી છે, ત્યારે ગતરોજ એક યુવકે પોતાની ગાડી પાર્ક કરવા બાબતે ઝગડો કરતા પાર્કિગમાં કામ કરતો અને માથા ભારેની છાપ ધરાવતો ઈસમ યુવાન પાછળ જાહેરમાં ખુલ્લી તલવાર લઇને દોડે છે. જોકે આ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થતા આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શુરુ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં લાંબા સમયથી અસામાજિક તતવો દ્વારા લોકોને માર મારવા સાથે ખુલ્લે આમ હથિયાર સાથે લોકોને ધમકાવવા અથવા પોતાનો રોફ જમાવવા આતંક મચાવ્યાની ફરિયાદ સામે આવે છે, તેમાં પણ ખાસ કરીને સૌથી વધુ સુરતના લીબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી ઘટનાઓ વધારે સામે આવતી હોય છે.
ત્યારે ગતરોજ લીંબાયત વિસ્તારમાં એક યુવાને પોતાની ગાડી પાર્ક કરતા ત્યાં હજાર એક યુવાને પાર્કિગનો ચાર્જ માંગ્યો હતો. જોકે આ યુવાન દ્વારા પાર્કિગનો કોઈ ચાર્જ ન આપ્યો અને વિરોધ કરતા પાર્કિગમાં કામ કરતો ઈસમ ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલી તલવાર લઇને અચાનક આ યુવાન પાછળ દોડવા લાગ્યો હતો.
જોકે યુવાન પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ માથા ભારે ઈસમે જાહેરમાં અને તે પણ ખુલ્લી તલવાર લઇને દોડતો હોવાનું નજીકના સીસીટીવી કેદ થઈ જતા માથાીભેરે ઈસન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવીની મદદ આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર