Home /News /surat /સુષમાને પોતાની કિડની આપવા તૈયાર હતો સુરતનો આ મુસ્લિમ યુવક

સુષમાને પોતાની કિડની આપવા તૈયાર હતો સુરતનો આ મુસ્લિમ યુવક

સુષમા સ્વરાજનો ફેન અક્રમ શાહની તસવીર

મેં ટ્વીટ કરીને મારી કિડની સુષમાજીને આપવાની જાણ કરી હતીઃ અક્રમ શાહ

  કિર્તેશ પટેલ, સુરતઃ દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ દુનિયાને અલવિદા કહ્યું છે. ત્યારે તમના ચાહકો ઉપર આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઇ છે. લાખો લોકો તેમની યાદમાં દુઃખી છે ત્યારે સુરતનો મુસ્લિમ યુવક પણ તેમના પ્રિય નેતાની યાદમાં દુઃખી છે.

  સુરતના ઉન ગામમાં અક્રમ શાહ નામનો મુસ્લિમ યુવાક રહે છે. જે ભાજપનો સક્રીય કાર્યકર્તા છે. ભાજપની વિચારધારાને લઇનેતે ભાજપમાં જોડાયો હતો. અક્રમ શાહ મોદી બાદ સૌથી વધારે સુષમા સ્વરાજને માને છે. કારણ કે જ્યારે વિદેશમાં ફસાયેલા લોકો જ્યારે મદદ માટે સુષમા સ્વરાજને યાદ કરતા હતા ત્યારે સુષમા સ્વરાજ હંમેશા મદદ માટે આગળ આવતા હતા.

  નવેમ્બર 2016માં સુષમા સ્વરાજ દિલ્હી એઇમ્સમાં દાખલ હતા ત્યારે પોતાની કિડની ખરાબ હોવાની વાત ટ્વીટ કરીને કહી હતી. ત્યારે આ યુવકે પરિવારની મંજૂરી લઇને સુષમા સ્વરાજને ટ્વીટ કરી પોતાની કિડની આપવા સાથે પોતે એક મુસ્લિમ યુવક હોવાની વાત કરી હતી.

  આ પણ વાંચોઃ-ત્રિરંગામાં લપેટાયાં સુષમા સ્વરાજ, પતિ-પુત્રીએ સલામી આપીને અંતિમ વિદાય આપી

  ત્યારે સુષમા સ્વરાજ દ્વારા કિડની કોઇ જાત ધર્મની નથી હોતી એવી વાત કરીને યુવકનો આભાર માન્યો હતો. સુષમા સ્વરાજ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આ યુવકને તેના પ્રિય નેતા યાદ આવી રહ્યા છે. અને સુષમા સ્વરાજના આત્માને શાંતિ મળે તેવી દુવા કરી રહ્યો છે.


  ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિદેશ મંત્રી તેમજ બીજેપીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ આપણી વચ્ચે નથી રહ્યાં. હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે રાત્રે તેમનું નિધન થઈ ગયું હતું. લોકો અંતિમ દર્શન કરી શકે તે માટે સવારે તેમના પાર્થિવદેહને તેમના નિવાસ્થાને રાખવામાં આવ્યો હતો. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન મોદી સહિતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદમાં તેમના દેહને અંતિમ દર્શન માટે નવી દિલ્હી ખાતે આવેલા બીજેપીના કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજેપીના કાર્યાલય ખાતેથી જ સુષમાની અંતિમયાત્રા નીકળશે. લોધી રોડ પર આવેલા સ્મશાનઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
  First published:

  Tags: Kidney, દક્ષિણ ગુજરાત, ભાજપ, સુરત, સુષ્મા સ્વરાજ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો