કિર્તેશ પટેલ, સુરત : સુરતનાં પાંડેસરામાં રહેતા કાપડનાં વેપારીએ પત્નીનો પ્રેમી સાથેનો અંગતપળોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો હતો. જેમાં પતિએ પત્નીની માફી લેતા સમાધાન થયું હતું. જોકે, બાદમાં પતિએ તેની પત્નીને જે પરુષ સાથે આડા સંબંધ હતા તેની પત્નીને વીડિયો મોકલી આપતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. જેના કારણે આખરે પત્નીએ પાંડેસરા પોલીસમાં પતિ વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ ગુનામાં પતિની ધરપકડ કરી હતી.
સુરતનાં કાપડના વેપારીના લગ્ન થયાને થોડા દિવસોમાં પત્ની સાથે વિવાદ થયો હતો. જેમાં પત્ની પતિથી 7 વર્ષથી અલગ રહે છે. પત્ની પિયરમાં પણ પત્ની રહેતી નથી. પત્નીએ પતિની સામે 498નો કેસ પણ પોલીસમાં કર્યો હતો, હાલમાં પણ આ કેસ કોર્ટમાં ચાલે છે. પત્ની ડિંડોલીમાં ભાડેથી એકલી રહેતી હતી. પતિએ ફેબુઆરીમાં પત્નીના ઘરે જઈને તેના બેડરૂમમાં જઈને બારીમાં એક સ્પાઈ કેમેરો ફીટ કર્યો હતો. આ સમયે પત્નીના જે પુરુષ સાથે આડાસંબધો હતા તેની અંગળપળોનો વીડિયો પતિએ ઉતારી લઈને તેને સોશિયલ મીડિયા પર મુકી દીધો હતો.
આની પાછળ નું કારણ છે કે દરમિયાન કાપડ વેપારી પર પત્નીએ ખાધાખોરાકીના કેસ મુદ્દે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લીધે ઉશ્કેરાયેલા પતિએ ગત 8મીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો સોશિયલ પર મૂકી દીધો હતો. જેની જાણ ભેસ્તાન વિસ્તારમાં રહેતી પત્નીને થતાં પાંડેસરા પોલીસ મથકે દોડી ગઈ હતી. પોલીસે પતિને બોલાવી પૂછપરછ કરતા તેણે પત્નીની માફી માંગવા સાથે વીડિયો ડિલિટ કરી નાંખ્યો હતો. ત્યારબાદ ગત રોજ તેણે આ વીડિયો પત્નીના પ્રેમીની પત્નીને મેઈલ કરી દેતા ફરી વિવાદ વકર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાપડ વેપારી પતિની ધરપકડ કરી હતી.