Home /News /surat /

સુરત : પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી મૃતદેહ દાટી દીધો, પોલીસે ઉકેલી મર્ડર મિસ્ટ્રી

સુરત : પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી મૃતદેહ દાટી દીધો, પોલીસે ઉકેલી મર્ડર મિસ્ટ્રી

ઇન્સેટ તસવીરમાં મૃતક યુવક અને તપાસમાં જોતરાયેલી રેલેવ પોલસીની ટીમ

ક્રાઇમ પેટ્રોલના એપિસોડ જેવી કહાણી, પતિએ પત્નીના પ્રેમીને બોલાવી સાથે બેસાડી દારૂ પીવડાવ્યો હતો. અજય મોરેની હત્યાના મામલે પોલીસે આરોપી પતિ અને એક સગીરની ધપપકડ કરી

સુરતની રેલવે પોલીસે (Surat Railway Police) બાતમીના આધારે બે દિવસ પહેલા રેલવે ટ્રેક નજીક દફનાવેલી બોડી (Dead Body Buried near Railway track) મળી આવી હતી આ મામલે તપાસ કરતા મરનાર યુવક ડીડોલી વિસ્તારનો અજય મોરે નામના યુવકનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે આ મામલે મરનાર યુવકની પૂર્વ પ્રેમિકાના (Husband of Lover) પતિ અને સગીર (Minor) પોલીસે ધરપકડ કરી છે. પોતાની પત્નીને હેરાન અને પરેશાન કરતા યુવકને સમજાવવા માટે બોલાવી સાથે બેસી દારૂ પીવડાવી તેને ચપ્પુ મારી હત્યા કરી ત્યારબાદ પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયાસ કરી તેનો મૃતદેહ રેલવે ટ્રેક નજીક દફનાવી દેવાની કબૂલાત કરી હતી

બે દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક નજીક એક ઝૂંપડામાં દફનાવેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જોકે ત્રણ ચાર દિવસ પહેલા હત્યા કરી દફનાવેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ ઓળખી ન શકાતા રેલવે પોલીસે એફ એસ એલની મદદથી આ મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો : સુરત : કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધી, શરમજનક દૃશ્યો સર્જાયા

જોકે બીજી બાજુ પોલીસને જાણકારી મળી હતી આ મૃતદેહ યુવક છે તેનું નામ અજય મોરે હોવાનું બહાર આવ્યું હતું જોકે આ યુવક 22 તારીખે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી યુવક ગુમ થયો તે વિસ્તારની ચેક કરતા આયુર્વેદિક જુની ગાડી પર બેસીને જતા હોવાથી તે પણ સામે આવ્યા હતા.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં થી એક સગીર વયનો આરોપી છે જ્યારે બીજો અનિલ બાગલે નામનો આરોપી છે અનિલ ના લગ્ન જે યુવતી સાથે થયા છે યુવતી અજયની પૂર્વ પ્રેમિકા હતી જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ અજય સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા પણ અજય પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો.

આ પણ વાંચો :  પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિ અનિલને જણાવી હતી અનિલે અજયને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આજે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો જેથી અનિલે 22 તારીખે અજયને સમાધાન કરવા બોલાવી પહેલાં દારૂ પીવડાવી હતો અને ત્યારબાદ તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. જોકે અજયની લાશ ઓળખાણ ના થાય તે માટે પહેલાં પેટ્રોલ નાખી સળગાવી નાખી હતી અને ત્યારબાદ તેની દફનવિધિ કરી હતી જોકે પોલીસે અનિલ ની ધરપકડ કરતા તેણે કરેલા ગુનાની કબુલાત કરી હતી
Published by:Jay Mishra
First published:

Tags: Husband, Surat Crime, Surat news, Wife, ગુનો, સુરત, હત્યા

આગામી સમાચાર