સુરત : કોરોના મહામારી વચ્ચે સુરતના અમરોલી વિસ્તરમાં રહેતા પતિ તેની પત્ની અને 9 વર્ષની બાળકીને તરછોડી પોતાના નાનાભાઈ અને તેની પત્ની અને પરિવાર સાથે વતન જતા રહેતા પત્નીએ પોતાના બહેનના ઘરે આશરો લઈને પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સુરતના અમરોલી ખાતે રહેતી 31 વર્ષીય અલ્પા ગોધાણીએ ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં પોતાના પતિ અને તેના ભાઇ અને ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે. જેમા આજથી 11 વર્ષ પહેલા અલ્પાના લગ્ન કેતન ગોધાણી સાથેથયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ અને પત્ની વચ્ચે કોઈને કોઈ કારણસર ઝગડા ચાલ્યા કરતા હતા. તે વચ્ચે અલ્પાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે ત્યાર બાદ પતિ પત્ની વચ્ચે સતત ઝગડા ચાલ્યા કરતા હતા.
જોકે પતિ દ્વારા દહેજને લઈને અનેક વખત ત્રાસ આપવામાં આવતો હતો. હદ ત્યારે થઇ ગઇ કે પતિ કોરોના મહામારીમાં પત્ની અને તેની નવ વર્ષની પુત્રીને તરછોડી પરિવારના સભ્યમાં નાના ભાઈ અને તેની પત્ની સાથે વતન તરફ જતો રહ્યો હતો. કોરોના સંક્ર્મણ વધુ હોવા છતાંય વતન જતા રહેવા સમયે પત્ની અને બાળકીને જોડે નહિ લઇ ગયો અને ઘરમાંથી બહાર કાઢી મૂકીને ઘરને તાળું મારીને જતો રહ્યો હતો.
બેઘર બનેલી પત્નીએ પોતાની બહેન જે અમરોલી ખાતે રહે છે તેના ઘરે આશરો લેવાનો વારો આવ્યો હતો. જેને કારણે અલ્પાએ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.