Home /News /surat /સુરતમાં શિકારી શ્વાનનો આતંક: નાની બાળકીને ગાલ પર બચકું ભરી રસ્તા પર ઢસડી

સુરતમાં શિકારી શ્વાનનો આતંક: નાની બાળકીને ગાલ પર બચકું ભરી રસ્તા પર ઢસડી

શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભર્યાની ઘટના

Hunting dog terror in Surat: સુરતમાં શ્વાનનો આતંક બેફામ. ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં એક શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભર્યાની ઘટના. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

    સુરત: શહેરમાં શ્વાનનો આતંક બેફામ રીતે વધી રહ્યો છે. શહેરના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં એક શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભર્યાની ઘટના સામે આવી છે. જેમાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના બાદ શ્વાનને પકડવા માટે આદેશ આપી દેવાયા હતા.

    આ ઘટના સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારની છે. હંસ સોસાયટીમાં નાની બાળકીને ગાલ પર કૂતરાએ બચકું ભર્યું હતું. નાની બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કૂતરા દ્વારા નાની બાળકીને કારડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનાને પગલે તાત્કાલિક કૂતરાને પકડવા અધિકારીને જાણ કરાઇ હતી. જે બાદ ટીમ દ્વારા કૂતરા પકડવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.



    આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ મારે છે દારૂની ખેપ, ખાનગી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો



     
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन