Home /News /surat /Surat Crime: સુરતમાં ઝડપાયું ક્રિકેટનું મસમોટું સટ્ટા રેકેટ, યુદ્ધગ્રસ્ત દેશમાં રૂપિયાની લેવડદેવડનો ખુલાસો

Surat Crime: સુરતમાં ઝડપાયું ક્રિકેટનું મસમોટું સટ્ટા રેકેટ, યુદ્ધગ્રસ્ત દેશમાં રૂપિયાની લેવડદેવડનો ખુલાસો

બુકી હુઝેફા મકાસરવાળાના ફોનમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

Surat Cricket Betting: ઇકોસેલની ટીમે આજે ડીંડોલી વિસ્તારમાંથી જે રેકેટ પકડ્યું છે તેમાં હુઝેફા મકાસરવાળાનો મોબાઈલફોનમાં ઘણી ચોંકાવનારી હકીકત પોલીસને જાણવા મળી છે. તેના મોબાઈલફોનમાં અલગ-અલગ ગ્રુપ બનાવેલા છે અને તેનાથી નાણાકીય વ્યવહારોની માહિતીની આપ લે થતી હતી.

વધુ જુઓ ...
ક્રિકેટના સટોડીયાઓ નકલી આધાર કાર્ડ બનાવીને તેના આધારે બેંકમાં ખાતુ ખોલાવી સટ્ટો રમાડતી ગેંગને સુરત ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે. આ સાથે જ બેંકમાં ખાતું ખોલાવીને સટ્ટામાં જે હાર-જીત થાય તેના રૂપિયા આ ખાતામાં નાખીને તેનો વહીવટ કરે છે. તેવી ચોક્કસ માહિતી મળી હતી જેને આધારે ઇકો સેલ અને એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખીને ડીંડોલી પાસે આવેલા રાજમહલ માલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાન નંબર 119માં પોલીસે રેડ કરી હતી. જેમાં હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા અને ઋષિકેશ શિંદે મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાં તપાસ કરી તો નકલીઆધાર કાર્ડ અને સીમ કાર્ડનાં ઢગલા મળી આવ્યા હતા. તેમજ ખોટા ભાડા કરાર પણ મળી આવ્યા હતા.

હરીશ કમલેશ જરીવાલા ઋષિકેશ શિંદે આ ગોરખધંધો ચલાવવા માટે ડો. નિમના સર્વેના માધ્યમથી સ્કૂલ બનાવી તેનાં આધારે સીમકાર્ડ ખરીદવામાં આવતા હતા. આજ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને જુદા-જુદા વિસ્તારમાં દકાનો ભાડેથી રાખવામાં આવતી અને ખોટા નામના ભાડા કરાર બનાવી તેનો ઉપયોગ કરીને અલગ-અલગ પેઢીના નામથી બેંકના ખાતા મોલાવી લેતા હતા. ત્યાર બાદ ક્રિકેટના જે સટ્ટો રમે તેમાં જે જીત કે હારના રૂપિયાનો વહીવટ કરવનો હોય તે આ ડમી બેંક ખાતામાંથી કરતા હતા.

આ ડમી એકાઉન્ટના કારણે કોઈને પણ સીધો શક જાય નહિ અને તેમના વ્યવહારો આસાનીથી પકડાઈ નહિ. હરીશઉર્ફે કમલેશ જરીવાળા રહે.સુભાષનગર ગલી નંબર 3 લીંબાયત, ઋષિકેશ અધિકાર શિંદે, રહે ગંગોત્રી સોસાયટી, લીંબાયત અને હઝલા કોશર મકાસરવાળા રહે ગેઈની કોમ્પ્લેક્ષ મહિધરપુરાની ધરપકડ કરી હતી. અને પોલીસે નકલી આધાર કાર્ડ. સીમકાર્ડ, ભાડા કરારની નકલો અને અલગ-અલગ પેઢીના બોર્ડ તેમજ રબર સ્ટેમ્પ કબજે કર્યા હતા.

આ પણ વાંચો- સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મળ્યું મેડિસિનનું નોબલ પ્રાઇઝ

બુકી હુઝેફા મકાસરવાળાના ફોનમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી

ઇકોસેલની ટીમે આજે ડીંડોલી વિસ્તારમાંથી જે રેકેટ પકડ્યું છે તેમાં હુઝેફા મકાસરવાળાનો મોબાઈલફોનમાં ઘણી ચોંકાવનારી હકીકત પોલીસને જાણવા મળી છે. તેના મોબાઈલફોનમાં અલગ-અલગ ગ્રુપ બનાવેલા છે અને તેનાથી નાણાકીય વ્યવહારોની માહિતીની આપ લે થતી હતી. આ ઉપરાંત તેમાં ગુગલ ડ્રાઈવની મદદથી અલગ-અલગ લિંક મુકવામાં આવી હતી. અને ખાસ તો વિદેશથી પણ તેમાં નાણાકીય વ્યવાહરો થયા હોવાનું મોબાઇલ ફોનના ગ્રુપમાં જણાય છે.

આ પણ વાંચો- રાધનપુરનું રાજકારણ ગરમાયું, અલ્પેશનો હુંકાર, 'મારે અહીંથી જ પરણવું છે'

યુક્રેનથી કિશન નામનો વ્યક્તિ તેમાં ગ્રુપમાં સક્રિય હતો અને તેણે હુઝેફાનો ઉપયોગ નાણાકીય વ્યવહારો કરવા માટે કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે. હુઝેકાનું લેપટોપ પોલીસે ચેક કર્યું તો તેને ફોરમેટ કરી દેવાયું હોય પોલીસે તેના ડેટા પરત મેળવવા માટેની પણ તજવીજ હાથ ધરી છે. આખા રેકેટમાં હઝેફા અને તેના સાથીદારો જેના ખાતાનો ઉપયોગ થયો હોય તેને પણ મહીને 30 હજાર કમીશન આપતા હતા. પોલીસે યુક્રેનથી વ્યવહાર કરનાર કિશન તરફે તપાસનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, Surat crime News Gujarati, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन