Home /News /surat /સુરતના રત્નકલાકારને હની ટ્રેપમાં ફસાવી 68,990 રૂપિયા પડાવી લીધા, મહિલા સહિત 6 વ્યક્તિની ધરપકડ 

સુરતના રત્નકલાકારને હની ટ્રેપમાં ફસાવી 68,990 રૂપિયા પડાવી લીધા, મહિલા સહિત 6 વ્યક્તિની ધરપકડ 

સુરત હની ટ્રેપ

Surat Honey Trap Case: ઉધના પોલીસે રત્નકલાકારને ટેપમાં ફસાવી 68,990 રૂપિયા પડાવી લેનાર મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી છે. રત્ન કલાકારે આજથી એક મહિના પહેલા પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિની મદદ લીધી હતી એ મદદ લેવું તેને ભારે પડ્યું હતું.

વધુ જુઓ ...
સુરત: ઉધના પોલીસે રત્નકલાકારને ટેપમાં ફસાવી 68,990 રૂપિયા પડાવી લેનાર મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી છે. રત્ન કલાકારે આજથી એક મહિના પહેલા પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિની મદદ લીધી હતી એ મદદ લેવું તેને ભારે પડ્યું હતું. ગત છ માસ માર્ચના રોજ રત્નકલાકાર કાશીનાથ પોતાની પત્ની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ બાઈકમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું આ તબક્કે જીતુ નામના એક શખ્સે તેને પેટ્રોલ પુરાવવા માટે મદદ કરી હતી અને સ્વાભાવિક રીતે બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી.

રત્નકલાકારને મદદ લેવી ભારે પડી


આ દરમિયાનમાં જીતુએ કાશીનાથને ફોન કરી ચા પાણી નાસ્તો કરવા માટે બોલાવ્યો હતો. પહેલા ફોને કાશીનાથ ચા પાણી કરવા ગયો નહીં પરંતુ જીતુએ બીજી વખત ફોન કરી ચા નાસ્તો કરવા બોલાવ્યો હતો. આ સમયે જીતુંએ નજીકમાં જ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં આઠમા માળે પોતાના ફ્લેટ હોવાની વાત કરી હતી. જેથી રત્નકલાકાર કાશીનાથની આઠમા માળે ફ્લેટમાં લઈ ગયો હતો. તે જેવો ફ્લાઇટની અંદર ગયો કે તુરંત જ જીતુંએ ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો અને ફ્લેટમાંથી એક યુવતી બહાર આવી હતી.

આ પણ વાંચો: સુરતના એક કારખાનામાં કામ કરતાં સુપરવાઈઝરની લાશ મળી આવી, હત્યાની આશંકા

રત્નકલાકારને બ્લેકમેલ કરી રૂપિયા માગ્યા


ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન ફ્લેટનો દરવાજો ખખડાવી અન્ય ચાર શખ્સો ત્યાં જસી આવ્યા હતા. જેવો એ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. એટલું જ નહીં રત્નકલાકારને ધરાવી ધમકાવી બેડ પર સુવડાવી યુવતી સાથે ફોટા પણ પાડી લીધા હતા. આ પછી રત્નકલાકાર કાશીનાથને બ્લેકમેલ કરી રૂપિયા માગ્યા હતા. રત્નકલાકાર કાશીનાથે પોતાના મિત્ર પાસેથી 50000 રૂપિયા લઇ આ ટોળકીને આપ્યા હતા સાથે સાથે પત્નીના ક્રેડિટ કાર્ડ ઉપરથી 18,990 રૂપિયા ઉપાડીને આ ટોળકીને આપ્યા હતા.


પોલીસ 6 આરોપીઓની કરી ધરપકડ


આ ટોળકી એ વધુ રૂપિયાની માંગ કરતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે હાલ તો છ આરોપીની ધરપકડ કરી છે. જેમાં જીતુ ઉર્ફે જીતેન્દ્ર ઓમ પ્રકાશ શર્મા, રાજેશ ઉર્ફે રાજ શંભુભાઈ પાટીલ, સુનિલ કુંજ સૂર્યવંશી, જગેશ્વર ઉર્ફે રાજા રામ, નરેશ ચૌધરી અને મિનાજ મહેબુબ શેખની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે આ ટોળકીએ અન્ય કોઈને આવી રીતે હની ટ્રેપનો શિકાર કર્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Honey trap, Surat news, Surat police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો