Mehali tailor, Surat: રાગી અને ઓટ્સના બિસ્કીટ આજે લોકોને પસંદ બની રહ્યા છે. લોકોની આ પસંદને ધ્યાનમાં રાખીને સુરતના આ એક યુવાન જાણે રાગી ઓટ્સ અને અલગ મીલેટની સ્વાદિષ્ટ કુકી બનાવી આજે માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ તેનું વેચાણ કરી રહ્યા છે. આ મેંદા વગરની બિસ્કીટ બજારમાં જાણીતી કંપનીઓ વેચાણ કરે છે. જેથી લોકોએ જે મળતી હોય એ ખરીદવી કરવી પડે છે. આ યુવાન ઘરે જાતે જ કૂકીઝ બનાવી વેચાણ કરે છે જેથી લોકો પોતાના ટેસ્ટ અને પોતાની પસંદગીને ધ્યાનમાં રાખીને કુકીઝનો ઓર્ડર આપે છે.
ચોકલેટ,કાજુ,બદામજેવીહેલ્ધીવસ્તુનોઉપયોગકરીકુકીઝનેસ્વાદઅપાયો સામાન્ય રીતે ઓટ્સ અને રાગીની બિસ્કીટ કોઈક ફ્લેવરમાં મળતી નથી. જેથી તેનો સ્વાદ પણ મેંદાને બિસ્કીટ જેવો મળી રહેતું નથી. આ વાતને ધ્યાનમાં લઈને સુરતના આ યુવાની આ ઓટ્સ અને રાગીની બિસ્કીટને અલગ અલગ ફ્લેવર આપી સ્વાદિષ્ટ બનાવી. ચોકલેટ, કાજુ, બદામ અને બીજા અનેક હેલ્ધી વસ્તુનો ઉપયોગ કરીને તેને ગુણવત્તા સાથે સ્વાદ પણ આપ્યો. જેથી આ કુકીઝ ઘરના નાના સભ્યો થી લઇ મોટા સભ્યો પણ સ્વાસ્થ્ય ખરાબ થવાની ચિંતા વગર ખાઈ શકે. સામાન્ય રીતે ઘરમાં કેટલાક સભ્યો રાગી અને ઓટ્સ ખાતા નથી. જો આ કૂકીઝ તેમને ખાવા આપે તો તેઓ સ્વાદની સાથે સ્વાસ્થ્યની પણ કાળજી લઈ શકે છે અને બાળકોને બજારમાં મળતા મેંદાના બિસ્કીટ આપવા કરતા આ ઓટ્સ અને રાગીના બિસ્કીટ આપવા તેમના માટે સ્વાસ્થ્યવર્ધક રહે છે.
લોકોઘરમાંબનાવેલીઆકૂકીઝઘણીપસંદકરતા આ યુવાનના પરિવારો કેટલાય વર્ષોથી પોતાના ફક્ત પોતાના ઘરના સભ્યો માટે જ આ કૂકીઝ બનાવી રહ્યા હતા. તેમના ઘરે આવતા મહેમાનને આ કૂકીઝ ઘણી પસંદ આવતી હતી અને તેઓ પણ પોતાના માટે આ કૂકીઝ બનાવવાનો ઓર્ડર આપતા ત્યારે તેમને ખબર પડી કે લોકોને આવી હેલ્ધી અને સ્વાદિષ્ટ વસ્તુ ઘણી પસંદ આવી રહી છે અને ત્યાર પછી તેઓએ આ બિસ્કીટ બનાવી તેનું વેચાણ શરૂ કર્યું અને આ બિસ્કીટ હવે લોકો વિદેશ પણ લઈ જઈ રહ્યા છે. અને ભારતભરમાંથી હવે તેમને હલ્દી કૂકીઝના ઓર્ડર મળી રહ્યા છે.