Home /News /surat /Lok Rakshak Exam: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકરક્ષકની પરીક્ષા અને યુવરાજસિંહની ધરપકડ મામલે આપ્યું નિવેદન

Lok Rakshak Exam: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકરક્ષકની પરીક્ષા અને યુવરાજસિંહની ધરપકડ મામલે આપ્યું નિવેદન

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે. તે માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા સારી રીતે કરી લેવામાં આવી છે. પરીક્ષામાં ગરબડ કરતી રાજસ્થાનની ટોળકીને અગાઉ પકડી લેવામાં આવી છે.

વધુ જુઓ ...
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ (Yuvraj Sinh)ની ધરપકડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યુવરાજની ધરપકડમાં કોઈ વધારાની કલમો લગાવાઈ નથી. યુવરાજસિંહ જે પણ મુદ્દા લાવ્યા છે એના પર સરકારે ધ્યાન આપ્યુ છે. તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણની મેટરમાં આટલુ ઈન્વોલ્વ ન થવુ જોઈએ. પરીક્ષાર્થીઓની પરીક્ષાને લઈને પણ ખાસ કાળજી રાખવી જોઈએ.

રાજ્યમાં ઠેર ઠેર થઈ રહેલા વિરોધને કારણે હવે રાજ્ય સરકાર નરમ પડી હોય તેમ લાગી રહ્યું છે.અગાઉ જ્યારે યુવરાજસિંહ દ્વારા જે પણ રજૂઆતો કરવામાં આવતી હતી. તે તમામ રજૂઆતોને સરકારે ગંભીરતાથી સાંભળી હતી અને તેના પર પગલાં પણ લીધા હતાં. પરંતુ આ કેસ અલગ છે. યુવરાજસિંહે જે કર્યુ તે ખોટું છે. યુવરાજસિંહે પોલીસના જવાનો પર ગાડી ચડાવી દેવા પ્રયાસ કર્યો. કારની બોનેટ પર કોન્સ્ટેબલ જે રીતે ચડી ગયા તે બધાએ જોયું છે. જેથી કાયદો કાયદાનું કામ કરશે.

આ પણ વાંચો- LRD Exam: એલઆરડીના પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમે કરી ખાસ વ્યવસ્થા

લોકરક્ષક દળની પરીક્ષા મામલે ગૃહમંત્રીએ શું કહ્યું

સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે. તે માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા સારી રીતે કરી લેવામાં આવી છે. પરીક્ષામાં ગરબડ કરતી રાજસ્થાનની ટોળકીને અગાઉ પકડી લેવામાં આવી છે. સંપૂર્ણ પારદર્શિતાથી આ પરીક્ષા યોજાશે ત્યારે આ પરીક્ષા અગાઉ યુવરાજસિંહને ઝડપી લેવાયા તે બાબત ખોટી છે. યુવરાજસિંહે પોલીસ સાથે જે કર્યું તેનો જ કેસ છે. કોઈ એક્સ્ટ્રા પગલાં લેવાયા નથી. કાયદો કાયદાનું કામ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો- હવે ધોરણ-10નું પેપર લીક થયું? પરીક્ષાનો સમય પૂર્ણ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર સોલ્વ કરેલું પેપર ફરતું થયું

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. યુવરાજ સિંહે કર્યું છે તેને લઈને પોલીસ દ્વારા તેના પર સામાન્ય ગુનેગાર જે ગુનો કરે છે તે પ્રકારની કાર્યવાહી કરવામાંં આવી છે વધારાની કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી કાયદો કાયદાનું કામ કરી રહ્યાયા હોવાની વાત ગૃહમંત્રીએ કરી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Lokrakshak, LRD exam