સુરત : ગુજરાતમાં તમામ પક્ષો દ્વારા હાલ આગામી ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આપ પક્ષના ગોપાલ ઇટાલિયાને રાજ્યમાં ડ્રગ્સ મામલે પ્રતિઉત્તર આપ્યો છે. જેમાં હર્ષ સંઘવીએ પ્રહાર કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં હાલ મોટી માત્રામાં ડ્રગ્સની ખેપ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. સરકારે ડ્રગ્સ માફિયાઓની લગામ એ રીતે પકડી છે દેશભરમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટ્યું છે.
જેના જેવા વિચારો તેવી તેની વાણી. હર્ષ સંઘવી ડ્રગ્સ પકડનાર સંઘવી છે. તેનું કોઇ પ્રુફ આપવાની મને જરૂર નથી. દેશભરના ડ્રગ્સના નેટવર્કો તૂટી ગયા છે. એનસીઆરબીનો એક ડેટા આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, પંજાબમાં હાલ કોની સરકાર છે? ડ્રગ્સ સૌથી વધુ ક્યાં વેચાઈ રહ્યુ છે? એ આખો દેશ જાણે છે. પંજાબમાં જેની સત્તા છે એજ પાર્ટી ગુજરાતને બદનામ ન કરે ગુજરાતના યુવાનો ડ્રગીસ્ટ છે એવું બોલવાનું બંધ કરે, 11 માસમાં દેશમાં ડ્રગ્સ ઘુસાડનાર 600થી વધુ લોકોની ધરપકડ ગુજરાત પોલીસે કરી છે. ડ્રગ્સ મામલે કોઈપણ રાજનીતિ કરવી એ પાપ છે. ગણપતિની હાજરીમાં હું ગુજરાત પોલીસને સલામ કરું છુ.
ભાદરવી પૂનમમાં પાવન પર્વે મા અંબાના દર્શન કરવાનું અનેરું માહત્મ્ય હોય છે. ત્યારે અંબાજી પગપાળા જઇ રહેલા પદયાત્રીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં છ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. મહારાષ્ટ્ર પાસિંગની કારે આજે વહેલી સવારે માલપુરના કુષ્ણાપુર પાસે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને કચડ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં પાંચ પદયાત્રી અને એક સ્થાનિક વ્યક્તિનું મૃત્યું નીપજ્યું છે. ઇજાગ્રસ્તોને માલપુર સીએસસી સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલી ગામના વતની હોવાનું સામે આવી રહ્યુ છે. સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. (આ અંગેની સંપૂર્ણ માહિતી અહીં મેળવો)