સુરતમાં (Surat Home guard) હોમગાર્ડ કંપની કમાન્ડરની (Company Commander) શરમજનક કરતુત સામે આવી છે હોમગાર્ડના કંપની કમાન્ડરે પોતાના હાથ નીચે કામ કરતા હોમગાર્ડની દીકરીનું અપહરણ કર્યું હતું. અને આ દીકરીને નર્મદા જિલ્લામાં લઈ જઈ બળાત્કાર (Raped) ગુજાર્યો હતો. બનાવ સંદર્ભે દીકરીના પિતાએ હોમગાર્ડ કંપની કમાન્ડર સામે ગુનો નોંધાવતા પોલીસે પોલીસે તપાસ કરી પુત્રીને શોધી કાઢી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં હોમગાર્ડના કંપની કમાન્ડરની શરમજનક કરતુતે હાહાકાર મચાવી દીધો છે. કારણ કે તેને એક દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. પુણા વિસ્તારમાં રહેતી એક દીકરી 7મી એપ્રિલે ઘરેથી કોલેજ જવા નીકળ્યા બાદ પરત આવી ન હતી. દીકરી ઘરે ન આવતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. અને પિતાએ પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ ની ધમધમાટ શરુ કર્યો હતો. અને મોબાઈલ ફોનના આધારે તપાસ કરતા દીકરીનું લોકેશન નર્મદા જિલ્લાનું મોટીનાલ ગામ આવ્યું હતું.
જેથી પોલીસની એક ટીમ મોટીનાલ ગામ પહોચી હતી. અને દીકરીનો કબજો લઈ લીધો હતો. અને પોલીસે આરોપી રાજેશકુમાર મનુ વસાવાની અટકાયત કરી હતી. રાજેશ હોમ ગાર્ડમાં કંપની કમાન્ડરના હોદ્દા પર ફરજ બજાવે છે. દીકરીના પિતા આરોપી રાજેશ 2001માં સાથે હોમગાર્ડ હતા. પછી રાજેશને કંપની કમાન્ડર તરીકે પ્રમોશન મળ્યું હતું.
ત્યારબાદ રાજેશ અવાર-નવાર દીકરીના પિતાને મળવા ઘરે આવતો હોવાથી તે સમયે તેણે દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. દીકરી પર બળાત્કાર ગુજારતા રાજેશ સામે અપહરણ ગુનામાં બળાત્કારની કલમ ઉમેરાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રાજેશ પહેલાંથી ગુનાઇત માનસિકતા ધરાવે છે. 2019 માં તેના વિરુદ્ધ કડોદરા GIDC પોલીસમાં છેતરપિંડી-વિશ્વાસઘાત નો ગુનો નોંધાતા તેની ધરપકડ કરાઇ હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર