સુરત : સુરત પોલીસે દિલ્હીથી સુરતમાં ચોરી કરવા માટે આવતો એક હાઇટેક ચોર પકડી પાડ્યા બાદ વધુ એક હાઇટેક ચોર ટોળકીને શોધી કાઢવામાં નસીબ જોગ સફળતા મળી ગઈ છે. હકિકતમાં સુરતમાં ઑક્ટોબર મહિનામાં વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલા શો-રૂમમાંથી 43.64 લાખ રૂપિયાની ચોરીમાં સંડોવાયેલી ટોળકી હૈદરાબાદમાંથી ઝડપાઈ ગઈ છે. સુરત પોલીસની એક ટૂકડી આ ચોરોનો કબ્જો લેવા માટે હૈદરાબાદ જવા માટે રવાની થઈ છે. આ ટોળકી ઇનોવા કાર લઈને ચોરી કરવા માટે આવી હતી અને તેમણે શોરૂમનું શટર ઉંચું કરી અને 4364 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
આ ટોળકીએ અગાઉ કાપોદ્રા વિસ્તારમાં એક દુકાનનું શટર ઉંચક્યું હતું જોકે, તેમાં તેમને નિષ્ફળતા મળતા આખરે પોલીસ સ્ટેશનની સામે આવેલા એક ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં પ્રવેશ્યા હતા અને 43.64 લાખની મતાની ચોરી કરી હતી. આ શોરૂમમાં ચોરોએ 23 ટેબ્લેટ, 205 મોબાઇલ, અને બ્લુટૂશન મળીને કુલ 13.64 લાખની ચોરી કરી હતી.
દરમિયાન હૈદરાબાદના મદીનાગુડ વિસ્તારમાં પણ આ જ પ્રકારના શોરૂમમાં ચોરી થઈ હતી. જેમાં તસ્કરો ઇનોવા કાર લઈને આવ્યા હતા અને શટર ઉંચુ કરી અને ઇલેક્ટ્રોનિક્સની ચીજો ચોરીની નીકળી ગયા હતા. પોલીસે આ કેસમાં સીસીટીવી ચેક કરતા તે બિહારની ઘોડાસહન ગેંગનો સાગરિત હોવાની કબૂલાત આપી હકી અને તેણે વરાછાના શોરૂમની ચોરી પણ કબૂલ કરી હતી.
ઑક્ટોબરમાં જે રાત્રે ચોરી થઈ તે વખતના સીસીટીવી વીડિયો જેમાં જ્યૂસની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ વરાછાના શૉરૂમમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો
આ ઘટના બાદ હૈદરાબાદ પોલીસે સુરત પોલીસને જાણ કરતા વરાછા પોલીસની ટીમ હૈદરાબાદ જવા માટે રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા 26મી ઑક્ટોબરે સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં બે શટર તોડ્યા હતા જેમાં પ્રથમ દુકાન જેના સીસીટીવી અહીંયા રજૂ કર્યા છે તે જ્યૂસની હોવાના કારણે તેમાંથી ચોરી કર્યા વગર તેઓ નીકળી ગયા હતા અને બાદમાં પોલીસ સ્ટેશનની સામેના શોરૂમમાં મોટી ચોરી કરી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર