Home /News /surat /Surat : મળો, સુરતની સફળ બિઝનેસ વૂમનને, મહેનત થકી નાની વયે મેળવી છે મોટી સિદ્ધિ

Surat : મળો, સુરતની સફળ બિઝનેસ વૂમનને, મહેનત થકી નાની વયે મેળવી છે મોટી સિદ્ધિ

અંકિતાબેન

અંકિતાબેન બાળકોના ટ્યૂશન કરાવીને કોલેજની ફી ભરીને ભણ્યા છે.

અંકિતાબેન બાળકોના ટ્યૂશન કરાવીને કોલેજની ફી ભરીને ભણ્યા છે. જીવનમાં શારીરિક,માનસિક અને આર્થિક કોઈપણ સમસ્યાઓની સામે અડગ ઊભા રહીને તેનો સામનો કર્યો છે.

  Nidhi Jani, Surat : આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની છે. ઘર પરિવાર સાથે આજની મહિલા બિઝનેસનું પણ સૂકાન સંભાળી રહી છે. આવી જ એક મહિલા સુરતમાં રહેતા અંકિતા વાળંદ છે. જેઓ બિઝનેસ, સામાજિક કાર્યો અને યુવાનોને મોટિવેટ પણ કરી રહ્યાં છે. અંકિતાબેન સુરતના પીપલોદ અને વેસુ વિસ્તારમાં આવેલા મિસ્ટર કેફે મલ્ટી ક્યુસીન રેસ્ટોરન્ટ ચલાવે છે. બે બે રેસ્ટોરન્ટ ચલાવવાની સાથે સાથે અંકિતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સર પણ છે. અંકિતાબેન સુરતના ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સુરતના બિઝનેસ કનેક્ટ ગ્રુપના સૌથી નાની વયના સભ્ય છે. હોટલ બિઝનેસમાં ગ્લોબલ થવાની તૈયારીઓ સાથે ચાલો જાણીએ તેમની સફળતાની કહાની.

  નાની વયે જ સંભાળી લીધો હતો પરિવાર

  અંકિતા વાળંદ પોતે GPSC અને UPSCના વિદ્યાર્થી છે. તેમણે બે વખત યુપીએ અને એક વખત જીપીએસસીની પરીક્ષા પણ આપી છે. પરંતુ પરીક્ષામાં તેઓ પાસ ન થયા છતાં હિંમત ન હારી ને હોટલ બિઝનેસમાં સારામાં સારી સફળતા મેળવી. બિઝનેસમાં ખૂબ સારું નામ કમાયા છે પરંતુ હંમેશા તેઓ આરામદાયક જિંદગી નથી જીવતા આવ્યા. જીવનમાં કંઈક કરી બતાવવા માટે અથાક મહેનત કરવાથી પણ ડર્યા નથી.  ખૂબ નાની વયે બાળકોને ટ્યુશન આપીને કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. 12 મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે જ તેમણે ટીચર તરીકે કામ શરૂ કર્યું. મુશ્કેલી હોવાને કારણે ભણવાનું અધૂરું મૂકીને ત્રણ વર્ષ ટીચર તરીકે કાર્ય કર્યું અને ત્યાર બાદ તેની ફિલ્મ ભેગી કરીને તેમણે પોતાના ભણવાની ફરીથી શરૂઆત કરી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક્સટર્નલ માં પરીક્ષા આપ્યા બાદ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો.

  કોઈ પણ કામ માત્ર સ્ત્રીઓ કે પુરુષો માટે નથી

  પરંતુ જીવનમાં હજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો બાકી હતો આથી તેમને શારીરિક તકલીફમાં સપડાઇ ગયા. આ તબક્કામાં તેમને પોતાના શરીરનું વજન ઓછું કરવું ખૂબ જરૂરી હતું. જીવન અને મરણ વચ્ચે જિંદગીને અડગ ઊભા રહી બીમારીને માત આપી. જીમ અને સ્પોર્ટસ દ્વારા તેમના શારીરિક રીતે મજબૂત બન્યા, અને તેના દ્વારા જ તેમને માનસિક મુસીબતોથી પણ બહાર આવી શકવાનો રસ્તો મળ્યો. તે જ કારણ છે આજે અંકિતા વાળંદ એ પોતાની ફિટનેસ અને સ્પોર્ટ્સ પર વધારે ભાર આપે છે. ચેમ્બર ઓફ કોમર્સ માં જોડાયા બાદ તેમને એ વાતની ખાતરી થઇ ગઈ કે કોઈ પણ જગ્યા કે કોઈ પણ કામ માત્ર સ્ત્રીઓ કે પુરુષો માટે નથી.ચેમ્બર ઓફ કોમર્સમાં મહિલાઓને પણ સમાન જવાબદારીઓ અને હક્કો આપવામાં આવે છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Surat news, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन