Home /News /surat /Surat: આ ગુજ્જુ અમિતાભ બચ્ચનના છે જબરા ફેન, ક્લેક્શન જોઇને ખુદ Big B ચોંકી ગયા!

Surat: આ ગુજ્જુ અમિતાભ બચ્ચનના છે જબરા ફેન, ક્લેક્શન જોઇને ખુદ Big B ચોંકી ગયા!

છેલ્લા 25 વર્ષથી અમિતાબ બચ્ચનની બર્થ ડે પર સામાજિક કાર્ય કરી સમાજને મદદરૂપ થાય છે આ વ્યક્તિ

દિનેશભાઈ અમિતાબના એટલે મોટા ફેન છે કે તે પોતાના વારની સ્ટાઇલ અને તેના કપડાંની સ્ટાઇલ પણ અમિતાબ જેવી જ રાખે છે. તે તેઓ અત્યાર સુધી એક પણ અમિતાબનું ફિલ્મ જોવાનું ચુક્યા નથી

Mehali tailor: surat, બૉલીવુડના શેનશાહ અને મહાનાયક અભિનેતાનો એક મોટો ફેન ક્લબ આંખ દેશમાં છે. જે અમિતાભ બચ્ચનની તમામ ફિલ્મને ખુબ માજાથી નિહાળતા હોય છે. અને તેની સ્ટાઇલ પણ પોતાના જીવનમાં અપનાવતા હોય છે. સાથે દેશભરમાં અમિતાભ બચ્ચનનો એક અલગ ફેન ક્લબ હોય છે. જે અમિતાભ બચ્ચનને ભગવાનની જેમ મને છે. કેટલાકના ઘરોમાં તેના મોટા ફોટા હોય છે. તો કેટલાક પાસે તેના દરેક ફિલ્મના ફોટા વાળા આલબમ હોય છે. તો કેટલાક પાસે તેના ફેમસ ડાયલોગની પણ બુક બનાવી રાખે છે


સુરતમાં પણ અમિતાભ બચ્ચનનો એક અલગ ચાહક વર્ગ છે. નવેમ્બરમાં અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ હતો. ત્યારે સુરતમાં પણ ઘણી જગ્યાએ તેના ચાહકોએ અલગ લેગ રીતે અને અનોખી રીતે તેની ઉજવણી કરી હતી. અને આવી અનોખી રીતે ઉજવણી સુરતના એક અમિતાભઆ ઘણા મોટા ચાહકે કરી હતી.દિનેશ મુલચંદજી ભાટી જે મૂળ રાજસ્થાનના બાલી ગામના છે. જે છેલ્લા 25 વર્ષથી સુરત રહે છે.



જ્યારેથી તે સુરતમાં રહેવા માટે આવ્યા ત્યારથી તે દર વર્ષે અલગ અલગ રીતે અમિતાભ બચ્ચનના જન્મ દિવસની ઉજવણી કરે છે.ક્યારેકે કેક કાપીને તો ક્યારેક સામાજિક પ્રવૃત્તિ કરીમેં તેની ઉજવણી કરે છે. દિનેશભાઈ અમિતાભના એટલા મોટા ફેન છે કે તે પોતાના વાળની સ્ટાઇલ અને તેના કપડાંની સ્ટાઇલ પણ અમિતાબ જેવી રાખે છે.  તેઓ અત્યાર સુધી એક પણ અમિતાભની ફિલ્મ જોવાનું ચુક્યા નથી.



દિનેશભાઈએ વર્ષે અમિતાભનો 80મી વર્ષ ગાંઠ પર કેક કાપી રસ્તામાં દરેક લોકોને આપી હતી. અને ઉપરાંત તેમને લોકો પાસે ગૌરક્ષાનું દા એકત્ર કર્યું હતું.તેને પણ ગૌ શાળામાં આપી લમપી વાયરસના કામ માટે દાન કર્યું હતું. દિનેશભાઈએ અમિતાભને મળવાની ઈચ્છા લઇને કેબીસીના શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઓડિયસન તરીકે શોમાં ગયા અને તેમને અમિતાભને મળવાનો મોકો મળતા તેને પોતાના દરેક કામો વિશે અને અમિતાભ પત્યે પોતાની લાગણી પણ તેમની સામે રજુ કરી હતી.



શોમાં પોહચેલા દિનેશભાઈને અમિતાભ મળ્યા અને પોતાના જન્મ દિવસે સમાજ માટે ઉપયોગી કામ કરે છે. જોઈ અમિતાભ પણ ઘણા ખુશ થયા હતા. અને દિનેશભાઈના કામને વધાવી લીધું હતું. અને અગાઉ પણ સમાજ માટે આવા સારા કર્યો કરતા રહે તેવી પ્રેરણા આપી હતી. અને અમિતાભે દિનેશભાઇના કામોની જે ફાઈલ હતી તેના પર તેમના ઓટોગ્રાફ પણ આપ્યા હતા. અને દિનેશભાઈ પણ જયારે અમિતાભને રૂબરૂ મળ્યા ત્યારે 80 વર્ષે પણ તેમના માં સ્ફૂર્તિ અને કામ પ્રત્યેની લગન જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

First published:

Tags: Aamitabh Bachchan, Fan, KBC, Local 18, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો