Mehali tailor, surat: સુરતમાં દરેક માતાના મંદિરમાં આજે ચૈત્રી નવરાત્રીની આઠમની પૂજા કરવમાં આવે છે. આઠમનું મહત્વ સુરતના પંચદેવી મંદિરમાં પણ ઘણું હોય છે.સુરતમાં એક માત્ર મંદિર જેમાં 5 માતા એક સાથે બિરાજમાન છે. જેથી તેને પંચદેવી મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં મેલડી માતા, દશા મા, મહાલક્ષ્મી મા,મહાકાળી મા અને અંબે મા એમ પાંચેય દેવીને એક સાથે બિરાજમાન કરવામાં આવે અને આ પાંચેય દેવીની એક સાથે પૂજા કરવામાં આવે છે. આ એક માત્ર મંદિર સુરતમાં છે. ત્યારે લોકોની માન્યતા છે કે, આ મંદિરમાં પાંચેય દેવી એક સાથે બિરાજમાન હોવાથી તે ઘણીજ પવિત્ર જગ્યા છે. ત્યારે આ મંદિરમાં પણ આઠમની વિશેષ પૂજા કરવામાં આવે છે.
આમંદિરમાંમાતાજીતાવોવિધિકરવામાંઆવેછે
આ સિવાય આ મંદિરમાં માતાજીની માનતા રાખી એક વિશેષ વિધિ કરવામાં આવે છે. આ વિધિ છે તાવો વિધિ. કહેવાય છે જયારે કોઈ વ્યક્તિની કોઈ પણ કાર્ય પૂરું કરવાની માનતા મને છે. ત્યારે અહીંયા માતાજી તાવો વિધિ કરવામાં આવે છે. આ તાવો વિધિ એટલે કે ગરમ તાવના તેલમાંથી પુરીને હાથ વડે જ બનાવવામાં આવે છે. પુરીને તેલમાંથી બહાર કાઢવા માટે કોઈ પણ સાધન વાપરવામાં આવતું નથી. ત્યારે આઠમના દિવસે પણ આ તાવો વિધિ કરવામાં આવે છે.અને દર રવિવારે અહીંયા બપોરે 2 વાગ્યા સુધી આ તાવો વિધિ કરવામાં આવે છે.
માતાનુંશીશબિરાજમાનકરવામાંઆવેછે આ મંદિરમાં બીજા પણ માતા મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને સમયાંતરે માતાનું સ્થાન પણ બદલવામાં આવે છે. શારદા નવરાત્રીમાં આ મંદિરમાં માતાનું સ્થાન બદલી માતાનું શીશ બિરાજમાન કરવામાં આવે છે. 9 દિવસ તેના માથે ગરબી મુકવામાં આવે છે. નવરાત્રીમાં આઠમના દિવસે અહીંયા ખાસ હવનનું પણ આયોજન કરવામાં આવે છે. ગુજરાતની બહારથી પણ લોકો આ મંદિરમાં પોતાની માનતા પુરી કરવા આવે છે.