Mehali Tailor, Surat: હાલ દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે અનેક યાત્રીઓ મુસાફરી કરતા હોય છે. અને આ રેલવે મુસાફરીમાં લોકો પોતાની યાત્રા વધુ સારી બનાવ માટે વધુ પૈસા આપી વધારે સુવિધા વાળા ટ્રેનના કોચમાં મુસાફરી કરે છે. પરંતુ અમુક વાર પૈસા ખર્ચ કરતા પણ મુસાફરને સારીને સારી સુવિધા મળતી નથી.
રેલવેના આ મુસાફરને યોગ્ય સુવિધા ન મળતા તેમને કરી 139 પર ફરિયાદ
આવો જ એક કિસ્સો સુરતના એક યાત્રી જીતેનભાઈ સાથે બન્યો જ્યાં તેમને ટ્રેનમાં આપવામ આવતા ટુવાલ, બેડશીટ, અને શાલએ અગાઉ યાત્રીએ વાપરેલ હોય એવા આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત કોચના બાથરૂમ પણ સાફ કરેલ ન હોવાને કારણે બ્લોક કરી દેવામાં આવ્યા હતા. જેથી મુસાફરોએ બાથરૂમ જવા માટે પણ ઘણી મુશ્કેલી ઉભી થઇ હતી.તેમને આ બાબતે ટ્રેનના કોચ એટેન્ડટને કરી જ્યાં તેમને તેની આ ફરિયાદને કાને લીધી નહિ અને આ સાથે જણાવ્યું કે આવી ફરિયાદ રોજ આવે છે જેનો કોઈ ઉપાય નથી. અને તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. ત્યારે તેમને આ ટુવાલની કીટ આપવામાં આવતી વસ્તુમાંથી નંબર લીધો અને ત્યાં ફરિયાદ કરી ત્યાંથી પણ તેમને જવાબ આપવામાં આવ્યો કે કોરોના બાદ આ વસ્તુ મળે છે, તે જ મોટી વાત છે. અને આ જ વાપરવું પડશે જેવા જવાબ આપવામાં આવ્યા અને તેમની ફરિયાદ કોઈએ કાને લીધી નથી.
આ હેલ્પ લાઈન પાર ફરિયાદ કરતા તાત્કાલિક તેમની સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું
ત્યાર બાદ આ જીતેન ભાઈએ રેલવે હેલ્પ લાઈન ન 139 પાર કોલ કરી પોતાની સમસ્યા જણાવી. અને આ ફરિયાદ કરતા તેમની સમસ્યા 10 થી 15 મિનિટમાં જ તેમની સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું તેમને દરેક વસ્તુ નવી આપવમાં આવી અને બાથરૂમ પણ સાફ કરી ખોલી દેવામાં આવ્યા એટલે દરેક જાગૃત નાગરિકે પોતાની રેલવે ફરિયાદ 139ના હેલ્પલાઈન નંબર પાર કરવી જોઈએ જેથી તમારી પણ સમસ્યાનું સમાધાન આવે છે
આ હેલ્પલાઈન નંબર 139 પર 12 ભાષાઓમાં જવાબ આપવાની સુવિધામાં ઉપલબ્ધ
આ હેલ્પલાઈન નંબર 139 પર 12 ભાષાઓમાં જવાબ આપવાની સુવિધા ઉપલબ્ધ છે અને આ ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ પ્રણાલી પર આધારિત છે. આ નંબર પર સ્માર્ટ ફોન જ નહીં, પરંતુ કોઈપણ ફોન પરથી કોલ થઈ શકશે.તમામ સુવિધાઓ માટે અલગ-અલગ બટન તમામ સુવિધાઓ માટે અલગ અલગ બટન આપવામાં આવ્યા છે. પૂછપરછ માટે મુસાફરોને 2 દબાવવા પડશે. જેથી અન્ય સુવિધાઓ માટે પણ કોલ કરી શકાશે. 3 નંબર દબાવવા પર ભોજન સંબંધીત ફરિયાદનો ઉકેલ થશે. 4 દબાવવા પર સામાન્ય ફરિયાદોની સુનાવણી થશે. સતર્કતા માટે પાંચ દબાવો અને દુર્ઘટના દરમિયાન પૂછપરછ માટે 6 દબાવવા પડશે.
ઘરે બેઠા આપણી રેલવે ટિકિટની કેન્સલેશન પણ કરી શકાય
આ સિવાય આ નંબર પણ આપણે ઘરે બેઠા આપણી રેલવે ટિકિટની કેન્સલેશન પણ કરી શકીયે છે.અને શું આપણી ફરિયાદ થઇ કે નહિ તે જાણવા માટે પણ આ કોલ લાગવ્યા બાદ 9 અને ત્યારબાદ સ્ટાર(*) દબાવી જાણી શકાય છે. અને હવે જો તમને પણ કોઈ રેલવે યાત્રામાં તકલીફ પડે તો તમે પણ આનું તાત્કાલિક નિવારણ લાવી શકો છે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ટ્રેન