Home /News /surat /

સુરત શહેરમાં ધોધમાર વરસાદ: કાપોદ્રા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા, જુઓ વીડિયો

સુરત શહેરમાં ધોધમાર વરસાદ: કાપોદ્રા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા, જુઓ વીડિયો

સુરતમાં ભારે વરસાદ

Surat Heavy Rain: સુરતમાં વહેલી સવારથી જ પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા. બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડ્યા છે.

    સુરત: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી (Heavy rain forecast)ને પગલે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ (Surat heavy rain) પડી રહ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદથી આખું શહેર જાણે કે પાણી પાણી થઈ ગયું છે. સુરત શહેરના કાપોદ્રા ચાર રસ્તા (Kapodra cross road) પાસે ભારે વરસાદને પગલે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પાણી ભરાવાને પગલે વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે. પાણી ભરાવાના પગલે અહીં એક કિલોમીટર લાંબા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ સાથે જ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના પણ લીરેલીરા ઉડી ગયા છે.

    અહીં વહેલી સવારથી જ પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા. બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડ્યા છે. ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયું હતું. અનેક જગ્યાએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સૌથી વધારે હાલાકા વાહન ચાલકોએ ભોગવી હતી. બીજી તરફ સવારથી જ વરસાદે બેટિંગ શરૂ કરતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.


    સુરત જિલ્લામાં વરસાદ


    બીજી તરફ સુરત શહેરની જેમ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુરુવારે સવારે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પલસાણા, કડોદરા, માંગરોળ, બારડોલીમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. જેમાં બારડોલીના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે ધરતીપુત્રો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.


    વલસાડમાં રાત્રે 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર પાણી પાણી


    વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે વલસાડ જિલ્લાને જાણે મેઘરાજાએ ધમરોળ્યો હતો. ગત રાત્રે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાતભર મેઘરાજાની જોરદાર બેટિંગ (Valsad city heavy rain)ને કારણે વલસાડ શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે વલસાડ શહેરમાં છ ઇંચથી વધારે વરસાદ (Valsad district rain) ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ગુરુવારે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ..)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat rain, ગુજરાત, ચોમાસુ, વરસાદ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन