સુરતઃ કોરોના વાયરસના સમયમાં (coronavirus) શહેરના ઉદ્યોગો હાલમાં એક તરફ કારીગરોની અછત અને બીજી બાજું વેપારી ક્વોરન્ટીન (Quarantine) થવાના ભયને લીધે આવતા નથી. જેથી હવે ફલાઇટ (flight) મારફતે આવતા વેપારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોમેસ્ટીક પેસેન્જરો માટે નિયમોમાં થડો સુધારો કરવામાં આવ્યો છે. હવે થોડા દિવસના કામ માટે સુરત આવતા મુસાફરોએ ક્વોરન્ટીન થવું પડશે નહિ પરંતુ તેમણે રીટન ટીકીટ લેવી પડશે. ઉપરાંત તેમણે અન્ય એસઓપીનું પાલન કરવું પડશે.
સુરત શહેરના બે જાણીતા ઉદ્યોગ હિરા અને કાપડમાં હાલમાં જોવા જઇએ તેવું મજબુત કામ દેખાઇ નથી રહ્યું . આ બંન્ને ઉદ્યોગોમાં હજારોની સંખ્યામાં વેપારીઓ અન્ય રાજયો માથી આવતા હોઇ છે. પરંતુ હાલમાં કોરોના બાદ અનલોકના સમયમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવતા તમામ લોકોને સાત દિવસ સુધી ક્વોરન્ટીન રહેવાનો નિયમ બનાવ્યો હતો.
એક બે દિવસના કામને લઇને સુરત આવવની સાથે તેમણે પહેલા ક્વોરન્ટીન માટેના રૂપિયા ખર્ચ કરવાના સમય બગડે અને દિવસો પણ બગડતા હતા. જેથી વેપારીઓ સુરત આવવાનું ટાળતા હતા જેથી વારમ વાર ઉદ્યોગો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ક્વોરન્ટીનના નિયમોમાં સુધારો કરવામાં આવે જેથી વેપાર ઉદ્યોગને પણ રાહત થઇ શકે.
ખાસ કરીને કાપડના વ્યવસાયમાં કારણ કે ટેક્ષટાઇલ માર્કેટમાં કોલકતા, દિલ્હી, મુંબઇ, તમીલ નાડુ, હેદરાબાદ, ઓડિસ્સા, કેરેલા, યુપી અને બિહાર માથી મોટી સંખ્યામાં વેપારીઓ આવતા હોઇ છે. પરંતુ ક્વોરન્ટીનના નિયમને કારણે વેપારીઓ આવવાનું ટાળી રહ્યા હતા. જેથી સુરત આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટીનના નિયમને હળવો કરવામાં આવ્યો છે.
નિયમમાં એવો ફેરફાર કરવામાં આવ્યો છેકે જો કોઇ વ્યકિત સુરત થોડા દિવસ માટે ફાલાઇટ માર્ફતે આવે તો તેણે નિયત સમયમાં પાછા જવાની રીટર્ન ટીકીટ લેવી પડશે. જેથી તે પરત જવાની જાણ મનપાને થઇ શકે. તે ઉપરાંત એર્પોર્ટ ખાતે ખાસ ડિટેલ ફોર્મ ભરવાનું રહેશે. મનપાની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
" isDesktop="true" id="1022291" >
કયા રહેશે અને કયા જશે તેની માહિતી પણ આપવાની રહેશે. જેથી તેની પર નજર રહિ શકે. પરંતુ જો વિદેશથી આવનાર વેપારી હશે તો તેણે ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશે ઉપરાંત તેના હાથ પર મનપા ક્વોરન્ટીનનો સિક્કો પણ મારશે. આ ઉપરાંત એર્પોર્ટ ખાતે તેનાત મેડિકલ ટીમની પ્રોસેમાથી પણ પસાર થવું પડશે.