Mehali Tailor, Surat; તમે અત્યાર સુધી કેટલાય જામ ખાધા હશે? સ્ટ્રોબેરી જામ પાઈનેપલ જેમ એપલ જામ ફ્રુટના જામ ખાધા હશે. પરંતુ શું તમે ક્યારેય પણ મરચાનું જામ ખાધું છે! મરચાનું નામ સાંભળતા જ લોકોના મનમાં તીખો સ્વાદ યાદ આવી જાય છે અને ત્યારે એમ થાય છે કે શું આ તીખા મરચાનું પણ જામ બની શકે તો ચોક્કસપણે હા અને તે પણ ઘણું સ્વાદિષ્ટ બની શકે. આપણે ઘરમાં માત્ર 10 થી 15 મિનિટમાં આ મરચાનું જામ બનાવી શકીએ.
આ જામ માત્ર 8 થી 10 મિનિટમાં તૈયાર થઇ જશે
શિયાળામાં મળતા લાલ મરચાનું જામ બનાવવું ઘણું સહેલું છે. આ જવાબ આપને આખું વર્ષ માટે સાચવી શકે તે રીતે પણ બનાવી શકે. સૌપ્રથમ લાલ તાજા મરચા લઈ તેમાંથી બી કાઢી તેને સમારી લેવા અને ત્યારબાદ મરચાના પ્રમાણમાં જ લીંબુ અને ખાંડ લઈ આ જામ બનાવી શકે છે ધારો કે આપણે 250 ગ્રામ મરચા લીધા તો 250 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ લીંબુ લઈ તેનો રસ કાઢી લેવો ત્યારબાદ આ સમારેલા મરચાંને ખાંડ અને લીંબુ નાખી મિક્સચરમાં વાટી લેવા જેથી તેની ગ્રેવી બને. અને તેમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું નાખી તેને ગેસ પર 8થી 10 મિનિટ ગરમ કરવી.
આ મરચાની ગ્રેવી ઘાટીના થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરવી અને જો આ મરચાંનું જામ સાચવી રાખવા માટે બનાવતા તો આ મરચાં નજામને એકવાર કાચના વાસણ પણ મૂકી ચેક કરી લેવા. જો મૂકવામાં આવેલા જામ વાસણ પરથી સરી ન પડે તો તે યોગ્ય પ્રમાણમાં ગરમ થઈ ગયું કહેવાય. અને તે સાચવવા માટે અને ખાવા માટે તૈયાર થઈ ગયું કહેવાય.
આજે જ બનાવો ઘરે લાલ મરચાનું જામ
આ જામ આપણે રોટલી અને અન્ય ફરસાણ સાથે પણ ખાઈ શકીએ છે. જો તમારા ઘરમાં પણ આ લાલ મરચા હોય તો ચોક્કસ પણ એકવાર આ રેસીપી તો બનાવવી જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર