Home /News /surat /હવે ડુમસ બીચ પર રમાશે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ,’ હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ

હવે ડુમસ બીચ પર રમાશે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ,’ હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ

હર્ષ સંઘવીએ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’નો પ્રારંભ કરાવ્યો

Beach Volleyball Tournament: હર્ષ સંઘવીએ સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો. આ સાથે તેમણે આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચેની ટુર્નામેન્ટ પણ નિહાળી હતી.

    સુરત: ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે આ ટુર્નામેન્ટની પ્રથમ બીચ વોલિબોલ મેચ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે રમતને વધારે મહત્વ આપતા બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો છે.

    આ ઈવેન્ટમાં લગભગ 62 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે


    ઉલ્લેખનીય છે કે, આજે તારીખ છઠ્ઠી ઓક્ટોબરથી શરૂ થયેલી બીચ વોલિબોલ સ્પર્ધા તારીખ નવમી ઓક્ટોબર સુધી ડુમસ બીચ પર રમાશે. જેમાં ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કેરળ, દિલ્હી, પોંડીચેરી, ઓડિશા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેટલા રાજ્યો જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 12 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે. રાજ્યામાં ધીરે ધીરે રમતનું મહત્વ હવે વધવા લાગ્યું છે. લોકો હવે રમતને પણ વધારે મહત્વ આપીને રમત સાથે જોડાવા લાગ્યા છે. આ ઈવેન્ટમાં લગભગ 62 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તમામ ખેલાડીઓને આગામી મેચો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામનાઓ આપી હતી.

    આ પણ વાંચો: થાઈલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર, 22 બાળકો સહીત 34નાં મોત

    આ પ્રસંગે ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


    ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’ના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુનિસિપાલ કમિશનર બંછાનિધી પાની, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, સુડાના ઈ.CEO અરવિંદ વિજયન, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, વોલિબોલ ફેડરેશનના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીચ વોલીબોલ શરૂ થતા હવે છેવાડાના લોકોમાં રમત પ્રત્યે જાગૃતતા આવશે.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन