Home /News /surat /Surat News: સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો, ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ સારોલી પોલીસ સ્ટેશનનું કર્યુ લોકાર્પણ

Surat News: સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો, ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ સારોલી પોલીસ સ્ટેશનનું કર્યુ લોકાર્પણ

સારોલી પોલીસ સ્ટેશન

સુરત શહેરમાં 34મું પોલીસ સ્ટેશન કાર્યરત થયું. વધતી જતી વસ્તી અને હદ વિસ્તરણને ધ્યાને રાખી નવું પોલીસ સ્ટેશન બનાવવાાં આવ્યુ છે. જેમા સારોલી, નિયોલ, સણીયા, હેમાદ કુંભારીયા સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરત : શહેરમાં જેમ જેમ વસ્તી વધારો થઈ રહ્યો છે તેમ તેમ ગુનાખોરી પણ વધી રહી છે. જેને લઈને પુણા પોલીસ સ્ટેશનથી છૂટું પાડી સારોલી પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું. જેનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં સારોલી વિસ્તારમાં લોકો પણ અને જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરમાં દિવસેને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે અને શહેરી વિસ્તારો પણ મોટો થઈ રહ્યો છે. તેના કારણે ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. સુરત શહેરમાં કુલ 33 પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં 7 લાખથી વધુ વસ્તી છે. જોકે, આ વિસ્તારના લોકોની છેલ્લા ઘણા સમયથી માંગ હતી જે સારોલી વિસ્તારમાં પોલીસ મથક બનાવવામાં આવે.

જેને લઈને રાજ્ય સરકાર દ્વારા માંગણી સ્વીકારી સારોલી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું. સારોલી પોલીસ મથકમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગિક વિસ્તાર આવેલો છે. જેમાં સારોલી વિસ્તારના લોકોને સુરક્ષા પ્રદાન થઈ શકે તે હેતુથી સારોલી પોલીસ મથક બનાવવામાં આવ્યું છે. જે સારોલી પોલીસ મથક તૈયાર થઈ જતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

યુવાને દવા પી કર્યો હતો આપઘાત, મજબૂર કરનાર બે લોકોની ધરપકડ

જેમાં સારોલી, નિયોલ, સણીયા, હેમાદ કુંભારીયા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પોલીસ મથકના લોકાર્પણ સમયે ગૃહમંત્રી, સ્થાનિક ધારાસભ્ય, નગરસેવકો અને સારોલી વિસ્તારના લોકો અને જન પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શહેર પોલીસ કમિશનર, જોઉન્ટ કમિશ્નર, ડીસીપી, એસીપી, પીઆઇ સહિત પોલીસ કર્મચારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
" isDesktop="true" id="1255447" >સારોલી વિસ્તારમાં શાંતિ અને સલામતી મળી રહે તે હેતુથી સારોલી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે આગામી દિવસમાં સુરતમાં અન્ય ચાર પોલીસ સ્ટેશન ખૂલે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત, સુરત પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन