Home /News /surat /

Surat: હેન્ડમેડ જવેલરીના ટ્રેન્ડની વચ્ચે આ મહિલાઓ બનાવી રહી છે પોતાની જાતે હેન્ડમેડ જવેલરી

Surat: હેન્ડમેડ જવેલરીના ટ્રેન્ડની વચ્ચે આ મહિલાઓ બનાવી રહી છે પોતાની જાતે હેન્ડમેડ જવેલરી

સુરતી હેન્ડમેડ જ્વેલરી 

આ જવેલરી વેસ્ટેજ કાપડમાંથી બનાવવામાં આવે છે. અને આ પ્રકારની જવેલરીની નવરાત્રીમાં ઘણી માગ રહે છે. ગરબા રમતી મહિલા જયારે સિમપલ ચણિયાચોળી કે કુર્તી પેહરે છે

    Mehali Tailor, Surat: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોરોનાને લઇ ત્રણ વર્ષ બાદ ફરી ગુજરાતમાં નવરાત્રીનો રંગ જામશે. ગુજરાતીની ઓળખ અને ગુજરાતીનો ખાસ તહેવાર એટલે નવરાત્રી. અને તેને વધુ ખાસ બનાવવા અત્યારથી જ મહિલાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. નવરાત્રીને લઇ મહિલાઓ ખાસ પ્રકારના ચણીયા ચોરી અને જવેલરી બનાવતી હોય છે. અને નવરાત્રીની જવેલરી માટે ખાસ ઓકસોડાયસની સિલ્વર જવેલરી અને અફઘાની જવેલરી મહિલા વધુ પસંદ કરતી હોય છે. પરંતુ હવે મહિલાનો રેડીમેડ જવેલરી કરતા. હેન્ડમેડ જવેલરી વધુ પસંદ કરી રહી છે.

    સુરતની બે મહિલા પોતાની જાતે બનાવી રહી છે હેન્ડમેડ જવેલરી

    આ જવેલરી વેસ્ટેજ કાપડમાંથી બનાવવામાં આવે છે. અને આ પ્રકારની જવેલરીની નવરાત્રીમાં ઘણી માગ રહે છે. ગરબા રમતી મહિલા જયારે સિમપલ ચણિયાચોળી કે કુર્તી પેહરે છે. ત્યારે આ જવેલરી તેની પેહલી પસંદ બને છે. કારણકે આ જવેલરી પહેરવાથી તેના કપડાંને એક નવું આકર્ષણ મળે છે. અને આ લાઈટ વેટ જવેલરી હોવાથી મહિલાઓ ગરબા રમતી વખતે તેને ખાસ પસંદ કરે છે. આ જવેલરી વેસ્ટેજ કાપડમાંથી બનતી હોવાથી કપડાંને મેચીંગ જવેલરી પણ બની શકે છે. જેથી મહિલાનો પોતાની પસંદ પ્રમાણે જવેલરી બનાવી શકે છે.

    આ સાથે આ જવેલરીમાં હાથ વડે ક્રાફટ પણ કરવામાં આવે છે.આ ઉપરાંત આ જવેલરી નવરાત્રી સિવાય અન્ય પ્રંસગોમાં પણ પહેરતી હોવાથી નવરાત્રી સિવાય પણ આ જવેલરીની માગ રહે છે.અને લાંભા સમય સુધી આ જવેલરી ખરાબ થતી નથી.આ જવેલરી બનાવતી મહિલાને આ એક જવેલરી બનાવતા એક દિવસ થાય છે.

    જવેલરી બનાવતી આ મહિલાઓ કપડાં સીવવાનું કામ કરે છે. ત્યારે કોઈકવાર કપડાં સીવ્યા બાદ તેનું ઘણું કાપડ બચે છે. ત્યારે આ બચેલા કાપડમાંથી તેમને જવેલરી બનવાનો વિચાર આવ્યો અને તેમને આ હેન્ડમેડ જવેલરી બનવાનું શરુ કર્યું. જે લોકોને ઘણી પસંદ આવતા આ જવેલરીની માગ વધી હતી. અને કપડાંને મેચીંગ જવેલરી બનતી હોવાથી મહિલાએ બીજી જવેલરી ખરીદવા માટે ખાસ મેહનત કરવી પડતી નથી. અને આ જવેલરી બજારમાં મળતી જવેલરી કરતા યુનિક હોવાથી મહિલાઓની પેહલી પસંદગી બની છે હેન્ડમેડ જવેલરી.
    આ જવેલરી ઓનલાઇન મળતી હોવાથી સુરતની બહાર અને રાજ્યની બહારથી પણ તેના ખાસ ઓર્ડર મળે છે. અને કુરિયર મારફતે આ જવેલરી ગ્રાહકો સુધી પોહ્ચાડવામાં આવે છે
    First published:

    Tags: Navratri 2022, Navratri Fashion, Surat news, Surat Samachar, સુરત, સુરતના સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन