Home /News /surat /સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત થયું હાથનું અંગદાન, પરિવારે આપી મંજૂરી
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત થયું હાથનું અંગદાન, પરિવારે આપી મંજૂરી
પરિવારે આપી મંજૂરી
Surat Civil: સારવાર દરમિયાન ડોકટરો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બેઈન ડેડ થતા ડોકટરોએ આ પરિવારને અંગદાન વિશે માહિતી આપી હતી. અંગદાન વિશે માહિતી આપતા જ તેમના પુત્ર અને પરિવારે અંગદાન કરવાની તૈયારી બતાવી હતી.
સુરત: આજ રોજ સિવિલ ખાતે સુરત સિવિલની અંદર ઐતિહાસિક કાર્ય થયુ છે. ગુજરાતની છઠ્ઠી અને સુરત સિવિતની પ્રથમ ઘટના છે. અમદાવાદ સિવિલમાં ત્રણ અંગદાતાઓના હાથનું દાન થયું હતું. કિરણ હોસ્પિટલ દ્વારા બે અંગદાતાઓના હાથનું દાન થયું હતું. આજ રોજ સુરત સિવિલ દ્વારા પ્રથમ વખત ડાબા હાથનું અંગદાન થયુ છે. અંગદાતા આનંદા ધનગઢ મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના વતની છે, જેઓ થોડા સમય પહેલા પડી ગયા હતા. તેઓની સારવાર સુરત સિવિલમાં થઈ રહી હતી.
પરિવારે અંગદાન કરવાની તૈયારી દર્શાવી
આ સારવાર દરમિયાન ડોકટરો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ જાહેર કરાતા ડોકટરોએ એમના પરિવારને અંગદાન વિશે માહિતી આપતા તેમના પુત્ર અને પરિવારે અંગદાન કરવાની તૈયારી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ યશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કામ કરતા હતા. જેથી આ કંપનીના માલિક અને કર્મચારીઓ દ્વારા આ અંગદાનની પહેલને આગળ ધપાવતા સાથ સહકાર આપ્યો હતો.
આ અંગ દાતાના ડાબા હાથનું દાન કરી ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા 1200 કિ.મી દુર સુરતથી કોચી અમ્રિતા હોસ્પિટલમાં અંગ પહોચાડવામાં આવ્યુ હતું. આ અંગદાનના સેવાકાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ડો.નિલેશ કાછડિયા, ડો.રાહુલ અમિન અને ડો.સંજુ દ્વારા હાથને પોક્યોર કરવામાં આવ્યા હતાં. તેમજ આ કાર્યને સંપન્ન કરવા સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક , સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકો દ્વારા આ કાર્યને સંપન્ન કરવા આવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આનંદા ધનગઢ મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના વતની છે. આજ સુધી ગુજરાતમાં 5 વખત હાથનું દાન કરવામાં આવ્યું છે. આ પહેલા ત્રણ વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. બે વખતે સુરત કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આજે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.