Home /News /surat /

રાજ્યમાં વરસાદી માહોલ: સુરતના ઉમરપાડામાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં વરસાદી માહોલ: સુરતના ઉમરપાડામાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

કામરેજમાં વરસાદ

Gujarat Rainfall: રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યારસુધી 85.56 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી વધારે 137.76 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 76.73 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.23 ટકા, સૌરાષ્ટ્રમાં 79.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 95.36 ટકા વરસાદ પડ્યો છે.

વધુ જુઓ ...
    સુરત: 15મી ઓગસ્ટના રોજ દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ (Gujarat rain) છવાયો છે. આજે સવારે છ કલાકમાં રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડા (Umarpada rainfall) તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. વ્યારા (Vyara rainfall) અને મેઘરજમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. મહેસાણાના સતલાસણ (Satlasan rainfall)માં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલી અને નિઝરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ


    સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

    રાજ્યમાં સરેરાશ વરસાદ


    રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યારસુધી 85.56 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી વધારે 137.76 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 76.73 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.23 ટકા, સૌરાષ્ટ્રમાં 79.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 95.36 ટકા વરસાદ પડ્યો છે.


    સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી


    દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી (India @75) કરી રહ્યો છે ત્યારે કેવિડયા ખાતેથી ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટી 135.29 મીટર પર પહોંચી છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી 23 ગેટ ખોલી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વીજ મથક 24 કલાક કાર્યરત કરાતા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે ડેમમાંથી કુલ 1 લાખ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદી (Narmada River)માં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા નદીના કાંઠાના ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 1,82,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


    સુરતમાં વરસાદ


    સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાતથી જ પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે સવારથી ધોધમાર વરસાદ વરસી દરહ્યો છે. બારડોલી ઉપરાંત પલસાણા અને કડોદરા પંથકમાં વરસાદી માહોલ છે.

    નવસારી જિલ્લામાં વરસાદ


    સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વારસાદ પડ્યો છે. નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.


    કામરેજ તાલુકામાં વરસાદ


    સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. કામરેજ ચાર રસ્તા પાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુજરાત, ચોમાસુ, વરસાદ, સુરત, હવામાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन