Home /News /surat /અગ્નિવીરમાં ભરતી થવા દક્ષિણ ગુજરાતની આ કોલેજ તૈયારી કરાવશે, જાણો તમામ માહિતી

અગ્નિવીરમાં ભરતી થવા દક્ષિણ ગુજરાતની આ કોલેજ તૈયારી કરાવશે, જાણો તમામ માહિતી

નવયુગ કોલેજ, સુરત - ફાઇલ તસવીર

સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કોઈને અગ્નિવીર તરીકે ભરતી થવું હોય તો હવે તૈયારી કરી લો. સુરત શહેરના મધ્યમાં આવેલી નવયુગ કોલેજ દ્વારા સેનામાં ભરતી થવા માટે માર્ગદર્શન અને ટ્રેનિંગ આપતા કોર્ષ શરૂ કરવામાં આવી રહ્યા છે.

સુરતઃ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કોઈને અગ્નિવીર તરીકે ભરતી થવું હોય તો હવે તૈયારી કરી લો. સુરત શહેરના મધ્યમાં આવેલી નવયુગ કોલેજ દ્વારા સેનામાં ભરતી થવા માટે માર્ગદર્શન અને ટ્રેનિંગ આપતા કોર્ષ શરૂ કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાં આવેલી નવયુગ કોલેજ દ્વારા નવા વર્ષથી અનેક નવા કોર્ષની શરૂઆત કરવામાં આવી રહી છે. ખાસ કરીને, જે યુવાનોને અગ્નિવીર બનવાની ઇચ્છા છે તેમના માટે આ કોર્ષ ખૂબ જ અગત્યનો છે. કારણ કે, નવા કોર્ષમાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટેની જરૂરી ટ્રેનિંગ આપવામાં આવશે. નવયુગ કોલેજે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી પાસે આ કોર્ષ શરૂ કરવાની મંજૂરી માંગી હતી. ત્યારે યુનિવર્સિટીએ તેને પરવાનગી આપી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ એવી યુનિવર્સિટી બનશે કે જે આ પ્રકારનો કોર્ષ શરૂ કરશે અને નવયુગ કોલેજ પણ ભારતની પ્રથમ કોલેજ હશે કે જ્યાં સેનાની ટ્રેનિંગ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોનાના નવા 118 કેસ નોંધાયા, 48 કલાકમાં કેસ ઘટ્યાં પણ એક્ટિવ કેસ 123 ટકા વધ્યાં

કોલેજના પ્રિન્સિપાલે શું કહ્યું?


આ મામલે કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યુ હતુ કે, ‘નવયુગ કોલેજમાં આ કોર્ષની શરૂઆત કરવામાં આવશે. 45 કલાકનો આ કોર્ષ હશે. તેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને થિયોરોટિકલ એમ બંને મોડમાં ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં થીયરી અને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓને દરરોજ એક કલાક ત્રીસ મિનિટ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓને અગ્નિવીર માટે તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ હવે તૈયાર થઈને સેનામાં જઈ દેશની સેવા કરી શકશે.


અભ્યાસક્રમ શું હશે?


સુરતવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કોર્ષમાં પ્રેક્ટિકલ - ફિઝિકલ ટેસ્ટમાં 4 પ્રકારના ટેસ્ટની તૈયારી કરાવવામાં આવશે. તેમાં 1600 મીટર દોડ, પુલ અપ્સ, ઝીગઝેગ બેલેન્સ અને લોન્ગ જમ્પ શીખવાડવામાં આવશે. થિયરીમાં ત્રણ જેટલા વિષય ભણાવવામાં આવશે. તેમાં સામાન્ય ગણિત, જનરલ નોલેજ, રિઝનિંગ (લોજિક) શીખવાડવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થી આ કોર્ષનો લાભ લઈ શકશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Agniveer scheme, Surat City, Surat news