Home /News /surat /બોલો જુબાં કેસરી: સુરતમાં 'કળાકારો' બે ટેમ્પો ભરી લાખોની વિમલ ગુટખા ચોરી ગયા

બોલો જુબાં કેસરી: સુરતમાં 'કળાકારો' બે ટેમ્પો ભરી લાખોની વિમલ ગુટખા ચોરી ગયા

ત્રણ તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી ગયા

Surat crime news: ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી બહાર મૂકેલ વાહનમાં ભરવા લાગ્યા હતા.

    કેતન પટેલ, બારડોલી: સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાએ માઝા મૂકી છે. તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ જિલ્લાના બારડોલી, કડોદરા અને ચલથાણ વિસ્તારમાં રોજેરોજ ચોરીની ઘટના બની રહી છે, ત્યારે કડોદરામાં વધુ એક લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

    કડોદરા ચાર રસ્તા નજીક નિતિનકુમાર ગમનલાલ મોદીની જય અંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. આ દુકાનની નજીક જ તેનું ગોડાઉન આવેલું છે. શુક્રવારે આશરે 4 વાગ્યાની આસપાસ આ ગોડાઉનની બહાર વોચમેન દલ બહાદુર સિંઘ ફરજ બજાવતો હતો, ત્યારે એક ગાડી આવીને  ઊભી રહેતા વોચમેને તેને અહીં ગાડી કેમ ઊભી રાખી તેમ પૂછતાં તસ્કરોએ વોચમેનને બંધક બનાવી તેને માર મારી કોથળામાં ભરીને કારમાં લઈ ગયા હતા અને ઊંભેળ ગામની સીમમાં ધક્કો મારી ફેંકી દીધો હતો. ત્યારબાદ ગોડાઉનમાં પ્રવેશી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટખાની લૂંટ કરી બે ટેમ્પોમાં ભરીને નાસી છૂટ્યા હતા.


    આ પણ વાંચો: Gujarat Rain Forecast: પાંચ દિવસ રાજ્યમાં વરસાદ મનમૂકીને વરસશે, જાણો કયા દિવસે પડશે ભારે વરસાદ

    જય અંબે ટ્રેડર્સના માલિકે સવારે આવીને જોતાં ગોડાઉનમાંથી 10.46 લાખના વિમલ ગુટખાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો: જામનગર: સંવેદનશીલ CM લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાતે, પશુઓની કાળજી લેવા સૂચન

    ભાર્ગવ પંડ્યા ( નાયબ પોલીસ અધિક્ષક )એ જણાવ્યું કે, ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી બહાર મુકેલ વાહનમાં ભરવા લાગ્યા હતા. 42 બોરીઓ પૈકી 5થી 6 બોરીઓ તસ્કરો ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલ CCTV કેમેરા પર પડી હતી. તે તસ્કર બહારથી લાકડી લાવી કેમેરાને ઉંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિન્દાસપણે અંજામ આપ્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: CCTV footage, Crime news, Gujarat News, Latest News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો