સુરત : દક્ષિણ ગુજરાત (South Gujarat Rain)ને ગયા અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદથી કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. લોકોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું હતું. રવિવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો જેનાથી તંત્રણે રહાતનો શ્વાસ લીધો હતો. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ વચ્ચે ગઇકાલે રાતથી ફરી તોફાની વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત દિવસ દરમિયાન વઘઈમાં વધુ ચાર, વાસદામાં પોણા ચાર, ડોલવણમાં સાડા ત્રણ, વાલોડમાં ત્રણ, મહુવામાં પોણા ત્રણ ઈંચ પડ્યો હતો. માંડવી (Mandavi Taluka)માં સવારે આભ ફાટ્યું હોય તેમ174 મી.મી એટલે કે સાત ઈંચ વરસાદ પડ્યો હતો.
સતત પડતા ભારે વરસાદને કારણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તાલુકાઓ જળબંબાકાર બન્યા છે. કેટલાક ગામડા, સોસાયટીઓ, ખેતરમાં ભારે પાણી ભરાય જવાને કારણે લોકોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે. લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ પડવાનું આજે પણ યથાવત રહ્યું છે. ગઈકાલે રવિવારે આખો દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી અને ભરાયેલા પાણી ધીરેધીરે ઉતરવાની શરુઆત થઈ હતી. દરમિયાન ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાાએ તેની તોફાની બેટિંગ શરુ કરી તમામ તાલુકાઓને ફરી જળબંબાકાર કર્યા હતાં.